ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીન મિલકત પચાવી પાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ કાયદો અસરકારક : સુરત જિલ્લા કલેક્ટર - Surat Land grabbing Act

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જાણો સંપૂર્ણ બાબત. Surat Land grabbing Act

કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ
કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 9:07 PM IST

સુરત: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સુરતમાં જમીન મિલકત પચાવી પાડનારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદો અસરકારક (Etv Bharat Gujarat)

10 વર્ષની સજાની જોગવાઈ: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ આ મામલે જણાવતા કહ્યું હતું કે, નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડગ્રેબીંગ એક્ટ પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. તદ્દઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એસ.સી.એ. નં.2995/2021, 9 મે 2024ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારતા વધી છે, તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે.

કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરએ જણાવ્યું કે, લેન્ડગ્રેબીંગ એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં 244 અરજીઓ મળી હતી. જે પૈકી શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂધ્ધ FIR દાખલ કરાઈ છે. જ્યારે જે-તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબ્જો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં 23 તથા ગ્રામ્યમાં 20 કબ્જાધારકો(લેન્ડગ્રેબરો)એ જમીન/ફ્લેટ/દુકાન/મકાનોનો કબ્જો પરત સોંપી દીધો છે જેની મિલકતોની કિંમત આશરે રૂપિયા 120 કરોડ થાય છે. જ્યારેજે મિલકતોની કિંમત રૂપિયા 30 કરોડ થાય છે તેની 26 FIR કરવામાં આવી છે. જ્યારે 163 અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે. આમ, કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે 12 અરજીઓ(કેસો)માં સમિતિ દ્વારા પુનઃતપાસના આદેશો અપાયો છે. આમ જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખ્ત થઈ રહ્યું છે.

શહેરમાં કુલ 17 ગુના દાખલ: ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરમાં કુલ 17 ગુના દાખલ કર્યા છે. આ 17 ગુનાઓમાં કુલ 29 આરોપીઓ પૈકી 23 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી. તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડગ્રેબરોએ 5 જમીન, 5 ફલેટ, 3 દુકાન, 2 પ્લોટ, 2 મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે.

તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ:સુરત વહીવટી તંત્ર દર મહિને બે વાર લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજાય છે. અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા અસામાજિક તત્વો સામે ઇ.ડી., ઈન્કમટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ વધી રહ્યું છે, એમ ગહલૌતે જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં 8 FIR દાખલ:જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઈસર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં 8 FIR દાખલ કરી છે. જિલ્લાની અંદાજિત રૂપિયા 7 કરોડની મિલકતો પરત સોંપવાની નિયમ અનુસારની કાર્યવાહી શરૂ છે. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાનું પ્રાવધાન છે. કાયદાનો ડર જોતા અને પોલીસની સખ્ત કાયવાહીના કારણે અસામાજિક તત્વો કોઈ પણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે.

  1. સ્કોલરશીપના નામે છેતરપિંડી: સોચ ફાઉન્ડેશનના ચેરમેને કરી લાખોની ઠગાઈ - Chairman cheated millions
  2. અમદાવાદ શહેર પોલીસે ક્રાઇમ કોન્ફરન્સનું યોજી, લૂંટ અને હત્યાના ગુનાની સમીક્ષા કરાઈ - Ahmedabad Police Crime Conference

ABOUT THE AUTHOR

...view details