ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 5:01 AM IST

અમદાવાદ : આજે 13 જાન્યુઆરી, રવિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્‍ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.

વૃષભ: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપના મનનું ડામાડોળ વલણ મહત્ત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાકપટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. પરિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મિથુન: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ ખૂબ આનંદથી પસાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું રહે અને મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. આજે આપનાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. ભેટસોગાદ અને ઉપહારો મળતાં મન આનંદિત થાય.

કર્ક: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપનું મન અગાઉની તુલનાએ થોડુ અસ્‍વસ્‍થ અને બેચેન રહે. તેના માટે સૌથી વધુ વૈચારિક ગડમથલ જવાબદાર રહેશે માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અને તટસ્થ વલણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આપની નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી રહેશે. બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ સાથે ઝઘડો થવાની શક્યતા છે.તબિયત સાચવવાની સલાહ છે. ધનખર્ચની શક્યતા છે તથા સ્વમાનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ગેરસમજ અંગે ખુલાસો કરવાથી મન હળવું બનશે.

સિંહ: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપનો દિવસ લાભ આપનારો નીવડશે. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્‍મકતા પ્રવર્તતી હોવાના કારણે આપ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ પડતા વિચારોમાં આપ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.

કન્યા: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. નવા કાર્યો અંગે કરેલા આયોજનો પાર પડે. વેપારી નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો સમય છે. વેપારમાં લાભ અને નોકરીમાં બઢતીના યોગો છે. પિતા તરફથી લાભ થાય. ઉપરી અધિકારીઓ તરફથી લાભ થાય. પારિવારિક વાતાવરણ આનંદમય રહે. ઓફિસના કાર્યો અંગે બહારગામ જવાનું થાય.

તુલા: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આપ નવું કામ શરૂ કરવા માટે પ્રયત્ન કરશો તેમ જણાઈ રહ્યું છે. બૌદ્ધિક તેમજ સાહિત્ય અને લેખનનું કામ કરી શકશો. કોઇ ધાર્મિક સ્થળે દર્શનાર્થે જઇ શકશો. વિદેશી મિત્રો કે સગા વ્હાલાઓના સમાચાર મળવવાથી ખુશી અનુભવશો. ઓફિસમાં સહકર્મચારીઓ પુરતો સહકાર ન આપે તેવી શક્યતા છે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આજે આપે કોઇની સાથે ચર્ચા કે દલીલમાં ન ઉતરવું જોઇએ.

વૃશ્ચિક: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપનો દિવસ શાંતિ અને સ્‍વસ્‍થતાથી પસાર કરવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા મળશે પરંતુ પ્રયાસ અને પરિશ્રમ બંને વધુ રાખવા પડશે. તમારા સ્વભાવમાં સૌમ્યતા અને વ્યવહારુતા જેટલી વધુ હશે એટલી ઝડપથી સફળતાની આશા રાખી શકશો. કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાં ખર્ચ વધવાની શક્યતા હોવાથી તમારા હાથે કોઈ બિનજરૂરી ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું.

ધન: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપ સ્વાદિષ્ટ ભોજન, સારા પોશાક, પ્રવાસ અને પાર્ટીની મજા માણી શકશો. ભરપૂર મનોરંજનો આનંદ ઉઠાવશો. વિજાતીય પાત્રોથી આકર્ષણ અનુભવાશે. પ્રિયપાત્રને મળીને રોમાંચ અનુભવશો. લગ્નજીવન ઘણું સુખી રહેશે. આપ સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. તર્ક અને બુદ્ધિપૂર્વકના વિચારોની આપ-લે થઇ શકશે. ધંધામાં ભાગીદારોથી લાભ મેળવી શકશો.

મકર: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. વર્તમાન દિવસે આપના વ્‍યાપાર કે ધંધાનું વિસ્‍તરણ થાય. આ અંગે આપ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય પળોજણો અવરોધવાનો પ્રયાસ કરશે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો પર વિજય મળે. આરોગ્‍ય સારું રહે.

કુંભ: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે માટે કદાચ નિર્ણયશક્તિ ઘટતી હોય તેવું પણ લાગી શકે છે. સ્‍ત્રીઓએ વાણી પર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્‍યાં સુધી નિવારવા. સંતાનોનો સંબંધિત બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. લેખનકાર્ય કે સર્જનાત્‍મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું.

મીન: આજનું મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપનો આજનો દિવસ કેટલીક તમને નાપસંદ હોય તેવી બાબતો કારણે ઉત્‍સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવો. માતાનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આગોતરી કાળજી લેવી. આજે આપના વલણમાં તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. શારીરિક, માનસિક સ્‍વસ્‍થતા જાળવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. ઉંઘ પણ પુરતા પ્રમાણમાં લેવી. ધન-કીર્તિમાં વધારો કરવા માટે પ્રયાસ વધારવા પડશે. નોકરીયાતોને નોકરીમાં કટિબદ્ધતા અને સમર્પણ વધારવું પડશે. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.