ETV Bharat / state

મહાકુંભ જતી ટ્રેન પર "પથ્થરમારો": જલગાંવ પાસે તાપ્તી ગંગા એક્સપ્રેસ પર હુમલો, RPF ટીમ તૈનાત - TAPTI GANGA EXPRESS STONES PELTED

સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ પર જલગાંવ પાસે ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. હાલ રેલવે પોલીસ ટીમ તૈનાત કરાઈ છે.

મહાકુંભ જતી ટ્રેન પર "પથ્થરમારો"
મહાકુંભ જતી ટ્રેન પર "પથ્થરમારો" (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 7:19 AM IST

Updated : Jan 13, 2025, 9:30 AM IST

સુરત : પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા જતી ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાંવ પાસે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે લગભગ 3:20 વાગ્યે બની હતી.

તાપ્તી ગંગા એક્સપ્રેસ પર હુમલો : ઉધના રેલવે સ્ટેશનથી મહાકુંભના પ્રથમ શાહી સ્નાન માટે રવાના થયેલી આ ટ્રેનમાં B-6 કોચમાં સુરતના 36 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. સમગ્ર ટ્રેનમાં લગભગ 45 જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા.

"ઘટનાની જાણ થતાં જ 4 સભ્યોની RPF ટીમને તાત્કાલિક ટ્રેનમાં તૈનાત કરવામાં આવી છે. હાલ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. રેલવે પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. " -- સ્વપ્નિલ નિલા (CPRO, ભારતીય સેન્ટ્રલ રેલવે)

રેલવે પોલીસ તપાસમાં લાગી : અધિકારીઓના મતે, આ નિયમિત ટ્રેન હોવાથી અને માત્ર એક જ બારીનો કાચ તૂટ્યો હોવાથી, આ કૃત્ય કોઈ અસામાજિક તત્વોનું હોઈ શકે છે. મહાકુંભ જતી ટ્રેનને ખાસ ટાર્ગેટ કરવામાં આવી હોય તેવું માનવામાં આવતું નથી. આ ટ્રેન સોમવારે સવારે પ્રયાગરાજ પહોંચશે. પોલીસ તપાસમાં શંકાસ્પદ વ્યક્તિઓ મળશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, 8 જવાન શહીદ
  2. રશિયામાં ત્રણ ઈમારત પર યુક્રેનિયન ડ્રોન હુમલો

Last Updated : Jan 13, 2025, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.