નાસિક: નાસિક મુંબઈ હાઈવે ફ્લાયઓવર પર રવિવારે ટેમ્પો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં છ લોકોના મોત થયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. નાશિક પોલીસે જણાવ્યું કે, પાંચ ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના સાંજે 7.30 વાગ્યે અયપ્પા મંદિર પાસે બની હતી. 16 મુસાફરોને લઈને એક ટેમ્પો નિફાડમાં ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો.
#WATCH | Maharashtra | Visuals from the Nashik Mumbai Highway flyover where 6 people lost their lives in an accident between a pickup and a mini truck.
— ANI (@ANI) January 12, 2025
5 other people are injured out of which 2 are in critical condition. The injured are being treated at the district hospital:… pic.twitter.com/RIYbwNCxFd
ટેમ્પો નાશિકના સિડકો વિસ્તાર તરફ જઈ રહ્યો હતો. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પાછળથી લોખંડના સળિયા ભરેલી ટ્રકને ટક્કર મારી હતી. ઘણા મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: