ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 13 દેશના પતંગબાજો ઉમટ્યા, આકાશમાં રંગબેરંગી નજારો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ - SOU KITE FESTIVAL

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે આ પતંગ મહોત્સવ યોજાયો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 11:00 PM IST

એકતાનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ પતંગ ઉત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળીને કુલ 65 પતંગબાજોએ કેવડિયાના નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો કર્યા હતા.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે આ પતંગ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર પ્રવાસીઓને તક મળી હતી અને જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો આવ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ (ETV Bharat Gujarat)

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે દુનિયાના 13થી પણ વધારે દેશના આવેલા પતંગબાજો તેમજ ભારતીય પતંગ બાજોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી છે.

પતંગ મહોત્સવને લઈને મોટી સંખ્યામાં પતંગબાજો અહીંયા આવ્યા છે અને તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. જેનો નજારો ખુબ જ સુંદર અને અદભુત છે અને મન મોહી લે તેવી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. કોઈ ઢીંગલાના સ્વરૂપમાં તો કોઈ ઇગલના સ્વરૂપની, તો કોઈ એક સાથે 10થી વધારે પતંગો એકસાથે ઉડાવી રહ્યા છે. સાથે દેશના ઉદ્યોગ પતિ રતન ટાટાનું નિધન થયું એમને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે એક કર્ણાટકના પતંગ બાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવીને આ મહોત્સવમાં પતંગ ઉડાવી હતી. જે પતંગ મહોત્સવમાં આવનારા દરેક લોકો જેને જોઈ ખુશ થયા હતા.

આ પણ વાંચો:

  1. સુરત: 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના દાન કરેલા હાથથી 32 વર્ષના યુવકે પતંગ ચગાવ્યો, વાહન પણ ચલાવે છે
  2. રાજકોટમાં 14 દેશના પતંગ રસિયાઓ ઉમટ્યા, અવનવી પતંગોથી અવકાશી રંગોળી બનાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.