કચ્છ:પૂર્વ કચ્છના ગાંધીધામના ભવાની પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાં પથ્થરની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવીને લાવેલા વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. ગાંધીધામ બી ડીવીઝન પોલીસે 31st ની ઉજવણીની પૂર્વે કાર્યવાહી કરીને 30 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાસિંગની ટ્રકની અંદર પથ્થરોની આડસમાં બનાવેલ ખાનામાં મૂકેલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડવામાં આવી છે. આ ગુનામાં 1 આરોપી ઝડપાયો છે અને હજુ 1 આરોપી પકડવાનો બાકી છે. પોલીસે કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
31મી ડિસેમ્બ૨ને ધ્યાનમાં રાખીને કામગીરી
31મી ડિસેમ્બ૨ને ધ્યાનમાં રાખીને પ્રોહિબીશનની હેરફેરને અટકાવવા અને પ્રોહિબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા પોલીસની ટીમને જણાવાયું હતું.
30 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સેટશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી મુજબ ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલા ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાસિંગની ટ્રકની અંદર લંબાઇ વાળા પથ્થરોની આડસમાં બનાવેલા ખાનામાં સંગ્રહ કરી રાખેલ વિદેશી દારૂની પેટીઓ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. તેના તથા પ્રોહિબિશન મુદામાલ મોકલનાર વિરૂધ્ધ પ્રોહીબીશનની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલ આરોપી
(1)24 વર્ષીય રાજસ્થાનનો પ્રકાશ લાધુરામ બિશ્નોઈ
પકડાવાના બાકી આરોપીઓ
(1) દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાનો કાલુ ઉર્ફે રવિ જાટ
ગુનાહીત ઇતિહાસ
દારૂનો જથ્થો ટ્રકમાં ભરી કચ્છ લાવનાર ડ્રાઈવર પ્રકાશ લાધુરામ બિશ્નોઇ વિરૂધ્ધ અગાઉ વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશન ખાતે પણ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધાવામાં આવેલો છે.
કબજે કરાયેલ મુદ્દામાલ