કચ્છ:દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70 ટકા જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે. કચ્છનું નાનું રણ હોય કે મોટું રણ હોય કે પછી દરિયા કિનારો હોય. નમકની સફેદી જ સફેદી જોવા મળે છે. દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત થતાં કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગરિયાઓ સુધી રોજગારી મળતી હોય છે. પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રીન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે. તેમજ આજે ગાંધીધામ ખાતે સોલ્ટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી અને ટેકનોલોજી સાથે વિવિધ કંપનીઓ આવી હતી.
કચ્છમાંથી અંદાજિત 85 લાખથી 1 કરોડ ટન નમક એક્સપોર્ટ:કચ્છમાં મોટે ભાગે મીઠા ઉદ્યોગમાં સર્વાધિક રોજગારી મળતી હોય છે. ત્યારે મીઠાના ઉદ્યોગ પર સરકારની નજર રહે અને જૂની લીઝ રીન્યુ કરવામાં મદદ મળતી રહે એવી સોલ્ટ ઈન્ડસ્ટ્રી અને સોલ્ટ એસોશિયેશનને અપેક્ષા છે. દર વર્ષે કચ્છમાંથી અંદાજિત 85 લાખથી 1 કરોડ ટન નમક એક્સપોર્ટ થાય છે અને અંદાજિત 1500 કરોડનું હુંડિયામણ દેશમાં આવતું હોય છે. જેથી મીઠા ઉદ્યોગમાં રોજગારીની સાથે સાથે અર્થતંત્રને પણ ટેકો મળી રહેતો હોય છે.
ગાંધીધામમાં સોલ્ટ એશિયા એક્સપો 2024 નું આયોજન (Etv Bharat gujarat) મીઠાના ઉદ્યોગકારો માટે સોલ્ટ એશિયા એક્સપોનું આયોજન:મીઠાના કારખાના અને ખેતર ધરાવતા અગરમાલિકો પણ વિવિધ પ્રકારના ખર્ચ કરીને પોતાના અગરોની નવી ડીઝાઈનો બનાવી ક્વોલિટીને વધુ બહેતર બનાવવાની પ્રયત્નો કરતા હોય છે. ત્યારે મીઠાના કારખાનાના માલિકો તેમજ અગરિયાઓને સોલ્ટ ઇન્ડસ્ટ્રી માટે વિવિધ પ્રકારના મશીનો અને ટેકનોલોજી તેમજ કેમ વધુ પ્રોડક્શન અને વધારે ગુણવત્તાનું પ્રોડક્શન થાય તે માટે વિવિધ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા આજે ગાંધીધામ ખાતે યોજાયેલા સોલ્ટ એક્સ્પોમાં માહિતી આપવામાં આવી હતી.
સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી (Etv Bharat gujarat) નાના એકમોની જૂની લીઝ રીન્યુ થઈ રહી નથી: ઉલ્લેખનીય છે કે કચ્છમાં આમ તો માત્ર બેજ એવા ધંધા છે ખેતી અને મીઠું, કે જેમાં સ્થાનિકોને વધુ રોજગારી મળી રહે છે. જેમાં અગરીયા, ડ્રાઈવરો, ઈલેક્ટ્રીશનો, સુપરવાઈઝર સહીતના સ્થાનિકો કામ કરતા હોય છે. પરંતુ હાલમાં જૂની લીઝોને રીન્યુ કરીને મંજૂરી મળી રહી નથી. જેના કારણે શ્રમિકો પર પણ બેરોજગારીની તલવાર લટકી રહી છે. ત્યારે સરકાર દ્વારા મોટી કંપનીઓને અન્ય જગ્યાએ મીઠાનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપે છે, અને નાના એકમોને જૂની લીઝ પણ રીન્યુ નથી કરાવતી જેના લીધે મીઠાંનું વેપાર કરતા ધંધાદારીઓ ક્યારેક અનઅધિકૃત રીતે મીઠાનું ઉત્પાદન કરતા હોય છે.
સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી (Etv Bharat gujarat) કચ્છનું મીઠું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે:કચ્છમાં આયાત નિકાસ માટે બે મોટા પોર્ટ હોવાથી દેશભરથી થતા માલ સામાનની હેરફેર માટે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પણ સતત ચાલતું રહે છે, પરંતુ તે સાથે મીઠા ઉદ્યોગથી આંતરિક પરિવહનને પણ સારા સ્તર પર વેગ મળ્યો છે. મીઠાના કારખાનામાં કામ કરતા ટ્રકો, ડમ્પર મીઠાના આંતરિક ટ્રાન્સપોર્ટેશન માટે કામ કરી રહ્યા છે. તો કચ્છનું મીઠું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.
સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી (Etv Bharat gujarat) બે દિવસીય સોલ્ટ એશિયા એક્સપો 2024 નું આયોજન:કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે બે દિવસીય સોલ્ટ એશિયા એક્સપો 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીને લગતી વિવિધ મશીનરી, કેમિકલ, ટેકનોલોજી તેમજ વિવિધ સામગ્રીઓનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા મીઠાના ઉદ્યોગના માલિકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે વિવિધ સ્ટોલસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીની વિવિધ કંપનીઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ મશીનરી અને વિવિધ ટેકનોલોજી અને પ્લાન્ટ અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી (Etv Bharat gujarat) વિવિધ મશીનરી, ટેકનોલોજી અને ઇનોવેશન સંબંધિત માર્ગદર્શન:આ એક્સ્પોમાં મીઠાનું ખનન કરવા માટે વપરાશમાં લેવાતી મશીનરી, વિવિધ મેગા પ્લાન્ટ, મીઠાના પ્રકારો અને તેની પ્રોડક્ટો તેમજ સોલાર એનર્જી, મીઠાના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટેના હેલ્મેટ, જેકેટ, શૂઝ વગેરે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોલ્ટ એશિયા એક્સપોર્ટ 2024માં વિવિધ મીઠાની પ્રોડક્ટ, મેન્યુફેક્ચરર, રિફાઇનરી, મશીનરી, ઈક્વિપમેન્ટ, પ્રોડક્શન પ્રોસેસ, ટેકનોલોજી અને ઇનોવેશન સંબંધિત માર્ગદર્શન ઉદ્યોગકારોને પૂરું પાડ્યું હતું.
વિવિધ પ્રકારના નમક અંગે માર્ગદર્શન:મીઠાના ઉત્પાદન માટે ઉપયોગી એવી મશીનરી કે જે મીઠાના કણોને વધારે તેમજ તેમાંથી કચરો અલગ પાડે અને મીઠાની સારામાં સારી ગુણવત્તા તૈયાર થાય તેવી આધુનિક ટેકનોલોજી અને મશીનરી પણ આ એક્સપોમાં જોવા મળી હતી. તેમજ અહીં આવતા વિઝીટરોને પિંક સોલ્ટ, આયોડાઈઝડ સોલ્ટ, ક્રિસ્ટલ સોલ્ટ, બ્લેક સોલ્ટ, પ્યોર સોલ્ટ વિથ 99.5% સોડિયમ કન્ટેન્ટ, જીપ્સમ પ્લાસ્ટર તેમજ સોલ્ટ ટેબલેટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
એક્સ્પોમાં ભાગ લેનારાઓને નવી તકો અને બિઝનેસ ગ્રોથનો લાભ:સોલ્ટ એશિયા એક્સ્પો 2024 એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રદર્શકો તેમના ઉત્પાદનો અને મશીનરીનું પ્રદર્શન કરે છે. આ એક્સ્પોમાં ભાગ લેનારાઓને નેટવર્કિંગની તકો અને બિઝનેસ ગ્રોથનો લાભ મળશે. ઉપરાંત આ ઇવેન્ટ નવા સંપર્કો અને વ્યવસાયિક સોદા માટેની તકો પણ ઊભી કરશે.
સારામાં સારી ગુણવત્તા યુક્ત નમકનું કચ્છમાં ઉત્પાદન: કચ્છના ગાંધીધામ ખાતે જે સોલ્ટ એશિયા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખૂબ જ સારું આયોજન છે. આ એક્સ્પો મારફતે ઉદ્યોગકારોનું એક અલગ જ કરે વેપાર શરૂ થશે. પુરા દેશની 70 ટકા જેટલી સોલ્ટ ઇન્ડસ્ટ્રી માત્ર કચ્છની અંદર આવેલી છે અને ગાંધીધામ પુરા વિશ્વમાં સોલ્ટના ઉત્પાદન માટે પ્રખ્યાત છે અને સારામાં સારી ગુણવતાનું નમક અહીં થાય છે.
આ પણ વાંચો:
- લસણના ભાવમાં મોટો કડાકો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ઠલવાયું 8 ક્વિન્ટલ લસણ
- સાવરકુંડલાની સહકારી મંડળીઓને IT નોટિસ, કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારી