ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાતર મેળવવા માટે ખેડૂતોને હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતા ખાતર મળ્યું નહીં - KUTCH NEWS

કચ્છમાં ખેડૂતોને ખાતર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનો લગાવીને ઉભુ રહેવું પડે છે તેમછતાં ખાતર મળતું નથી.

ખાતર મેળવવા માટે ખેડૂતોને હાલાકી
ખાતર મેળવવા માટે ખેડૂતોને હાલાકી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 6:29 PM IST

કચ્છ: કચ્છમાં ખેડૂતોની ખાતર માટે હાડમારી યથાવત રહી છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપરના ફતેહગઢમાં ખેડૂતોની ખાતર મેળવવા લાંબી લાઈનો લાગી રહી છે. તો ખેડૂતો પણ તડકામાં ઊભા ના રહેવું પડે તે માટે પોતાના પગરખાં લાઈનમાં લગાડતા જોવા મળી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખી ખાતર વિતરણ વ્યવસ્થા કરવી પડી રહી છે. ખેડૂતોને કલાકો રાહ જોયા બાદ ખાતર મળે છે, કચ્છના અનેક વિસ્તારોમાં હાલ ખાતર મેળવવા માટે લાઈનો લાગી રહી છે.

ખાતર સાથે ફરજીયાત નેનો ખાતર ખરીદવા અંગે પણ નારાજગી: ખેડૂત અગ્રણી શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'ખેડૂતો આખો આખો દિવસ લાઈનમાં ઊભા રહીને ખાતર માટે રાહ જોઈ રહ્યા છે, છતાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. વહેલી સવારથી ગામની સહકારી મંડળી બહાર ખાતર મેળવવા ખેડૂતોએ લાંબી કતારો લગાડી હતી, તેમજ ખેડૂતોને ખરા ટાંણે જ ખાતરનો પૂરતો જથ્થો ના મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ અપૂરતા ખાતરના જથ્થા અને તેની સાથે ફરજિયાત નેનો ખાતર ખરીદવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

ખાતર મેળવવા માટે ખેડૂતોને હાલાકી (Etv Bharat Gujarat)

ખેડૂતોને ખાતર વિના પરત જવાનો સમય આવ્યો:જથ્થાના અભાવે અનેક ખેડૂતો વિના ખાતર પરત જવાનો સમય આવ્યો હતો. એક તરફ ખેડૂતોને ખાતર મળતુ નથી, તેવામાં મોટા માથાના નામે પગ કરી ગયેલા ખાતરના જથ્થા સાથે અંજારના લાખાપરમાંથી ગઈકાલે ખાતરનો જથ્થો ઝડપાયો હતો, જેની તપાસ હાલ ચાલુ છે. પરંતુ તેમાં મોટા માથા સામેલ હોવાની વાત વહેતી થતા તપાસ ધીમી પડી જાય તેવી શંકા ખેડૂતોએ વ્યકત કરી હતી.

કચ્છમાં ખાતરનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: રાપરમાં ખાતરની ઘટ હોવાનું નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પ્રકાશ પટેલે નકાર્યું હતું અને જણાવ્યું હતું કે,'રાપર સહિત જિલ્લામાં રેગ્યુલર રીતે ખાતર સપ્લાય કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ખાતરનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ છે. ઓક્ટોબર મહિનામાં રાપરમાં 1041 મેટ્રિક ટન યુરિયા, 450 મેટ્રિક ટન ડીએપી, એનપીકે 1045 મેટ્રિક ટન સપ્લાય થયેલું છે. તો કચ્છમાં 17000 મેટ્રિક ટન યુરિયાની ખપત હોય છે જેમાં અત્યાર સુધી 8127 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરી દેવામાં આવ્યું છે. મહિનાના અંત સુધી જરૂરિયાત મુજબ ખાતર સપ્લાય કરી દેવામાં આવશે. રવિ પાકના સીઝનની શરૂઆતને હજુય 15 થી 20 દિવસ બાકી છે, ત્યારે અન્ય ખાતરનો જથ્થો જિલ્લામાં પૂર્તતા કરવામાં આવશે. તેમજ કચ્છમાં ખાતરની પૂર્તતા માટે ખાતર કંપનીઓ સાથે સતત સંપર્કમાં છીએ.'

આ પણ વાંચો:

  1. કંડલામાં કેવી રીતે બની મોટી દુર્ઘટના?: એકને બચાવવા જતા 4 વ્યક્તિઓ ગેસની ટાંકીમાં કૂદયા, પાંચેયના મોત
  2. ગીર સોમનાથમાં ડિમોલિશન સામે કાર્યવાહી કરવા SCમાં અરજી, ગુજરાત સરકારે બચાવમાં શું જવાબ આપ્યો?

ABOUT THE AUTHOR

...view details