જુનાગઢ: જુનાગઢ જીમખાનાને લઈને પાછલા કેટલાક દિવસથી એક અનિશ્ચિતતાનો માહોલ જોવા મળતો હતો, કેટલાક માધ્યમોમાં એવી ચર્ચા હતી કે જીમખાનું સંપૂર્ણપણે સરકારી હસ્તક્ષેપ વાળું બની જશે, તો કેટલાક લોકો એવું માનતા હતા કે કોઈ રાજકીય નેતાના ઈશારે જૂનાગઢના જીમખાનાનો કબજો સરકાર કરી રહી છે. તેની વચ્ચે Etv ભારતે જુનાગઢ જીમખાનાના આજીવન સદસ્યો સાથે વાત કરી તો તેમાં હકીકત બહાર આવી કે જૂનાગઢનું જેમખાનું આજે પણ પૂર્વવત ચાલી રહ્યું છે સરકારના કોઈ હસ્તક્ષેપની હજુ સુધી કોઈ હાજરી જોવા મળતી નથી.
જુનાગઢ જીમખાનાના વિવાદ પર આજીવન સભ્યનો પ્રતિભાવ:જૂનાગઢમાં નવાબ દ્વારા સ્થાપવામાં આવેલું જીમખાનું પાછલા કેટલાક દિવસોથી વિવાદમાં સપડાયેલું જોવા મળતું હતું. કેટલાક માધ્યમોમાં અને જૂનાગઢ શહેરમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર પાછલે દરવાજેથી જીમખાનાનો કબજો મેળવીને અહીંથી લોકોની સુવિધાઓ છીનવવા માટેનો પ્રયાસ કરી રહી છે. તેની વચ્ચે આજે Etv ભારતે જુનાગઢ જીમખાનાની વાસ્તવિકતા તપાસ કરવા માટે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં જીમખાનાના આજીવન સદસ્યો દ્વારા અહીં રમતગમતની તમામ પ્રવૃત્તિઓ બિલકુલ રાબેતા મુજબ ચાલી રહી છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. જીમખાનું નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આઝાદી પછી અહીં ગવર્નિંગ બોડી અને જિલ્લાના કલેક્ટર અને એસપી દરજ્જાના અધિકારીઓ જીમખાનાના પદાધિકારી તરીકે તેમના પદ અને હોદાની રુએ બિરાજમાન થતા આવ્યા છે.