ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો અષાઢી બીજના દિવસે જુનાગઢમાં નીકળનારી રથયાત્રામાં, સામેલ ત્રણેય રથ અને તેનું ધાર્મિક મહત્વ વિશે... - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024

સમગ્ર રાજ્યની જેમ જુનાગઢમાં છેલ્લા 30 વર્ષથી જગન્નાથ મંદિરે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં ભગવાન જગન્નાથ અને અન્ય 2 રથોનું શું મહિમા છે, કેમ નગરમાં રથયાત્રા નિકાળવામાં આવે છે? જાણો આ અહેવાલમાં.. Jagannath Rath Yatra 2024

રથયાત્રામાં સામેલ ત્રણેય રથ અને તેનું ધાર્મિક મહત્વ
રથયાત્રામાં સામેલ ત્રણેય રથ અને તેનું ધાર્મિક મહત્વ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 8:38 PM IST

રથયાત્રામાં સામેલ ત્રણેય રથ અને તેનું ધાર્મિક મહત્વ (Etv Bharat Gujarat)

જુનાગઢ:અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. પાછલા 30 વર્ષથી જૂનાગઢના જગન્નાથ મંદિરે પણ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જગન્નાથ રથયાત્રામાં સામેલ ત્રણ રથોનું અનોખુ ધાર્મિક મહત્વ છે.

અષાઢી બીજ અને જગન્નાથની રથયાત્રાનું મહત્વ:અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથયાત્રા મારફતે નગર ચર્યાએ નીકળે છે જેમાં ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે ખાસ લાકડા માંથી બનાવેલા ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે આ રથો ધર્મરથ નું પ્રતીક બને છે જરા નામના પારધી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને મોક્ષધામ પહોંચાડ્યા બાદ પાંડવો દ્વારા શ્રીકૃષ્ણની અંતિમ વિધિ કરાઈ હતી પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણના હૃદય ને અગ્નિ સ્પર્શી શકી ન હતી ત્યારે અગ્નિમાં પણ અજય રહેલું શ્રીકૃષ્ણનું હૃદય લાકડામાં મૂકીને તેને સમુદ્રમાં પ્રવાહીત કરાયું હતું ધાર્મિક પરંપરા અને લોકવાયકા મુજબ લાકડામા પ્રવાહીત થયેલું ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય જગન્નાથપુરીના દરિયામાંથી ત્યાંના રાજા દ્વારા જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર સ્થાપિત કરાયું હતું ત્યારથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની લાકડાના રથમાં બહેન સુભદ્રા ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા કાઢવામાં આવે છે

ભગવાન જગન્નાથની પ્રતિમાનું ધાર્મિક રહસ્ય: લાકડામાં સુરક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના આ હૃદયને જગન્નાથપુરીના રાજા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વપ્નમાં આપેલ આદેશ અનુસાર તેમને અહીં સ્થાપિત કરવામાં આવે તેને લઈને જગન્નાથપુરી ના રાજા દ્વારા લાકડા માંથી ભગવાન જગન્નાથની પ્રતિમા બનાવવાનું વિચાર્યું ભગવાન વિશ્વકર્માએ કારીગરનું સ્વરૂપ ધારણ કરીને જગન્નાથપુરીના રાજા ને આ લાકડા માંથી ભગવાન જગન્નાથની પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં જે લાકડામાં ભગવાન કૃષ્ણનું હૃદય વહેતું મળ્યું હતું તેમાંથી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ની લાકડાની પ્રતિમાઓ આબેહૂબ તૈયાર થઈ શૌકા પૂર્વેની આ લોકવાયકા આજે પણ હયાત જોવા મળે છે અને ભગવાન જગન્નાથ મંદિરમાં સ્થાપિત ભાઈ બલભદ્ર બહેન શુભદ્રા અને સ્વયં ભગવાન જગન્નાથની પ્રતિમા લાકડા માંથી બનેલી હોવાનું જોવા મળે છે.

રથયાત્રામા સામેલ ત્રણેય રથનું મહત્વ: જગન્નાથ રથયાત્રામાં ત્રણ રથ સામેલ થાય છે જેમાં ભગવાન જગન્નાથ જે રથમાં બિરાજમાન થાય છે તેને કપિધ્વજ નંદીઘોષ કે ગરુડ ઘોષ રથ ના નામથી પણ ઓળખવા માં આવે છે જે 45 ફૂટ ઊંચો હોય છે આ રથ ને ચલાવવા માટે 16 જેટલા ચક્રો રાખવામાં આવે છે ભગવાન સ્વયમ રથમાં બિરાજમાન હોવાને કારણે તેને ધર્મરથ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં પીળા અને લાલ રંગના વસ્ત્રોનો શણગાર કરવામાં આવે છે જેની લંબાઈ 1100 મીટર સુધી હોય છે ભગવાન જગન્નાથના રથને 332 લાકડાના ટુકડા ભેગા કરીને નિર્માણ કરવામાં આવે છે

ભાઈ બલભદ્રનો તાલ ધ્વજ રથ:જગન્નાથ બાદ ભાઈ બલભદ્રના રથ ને તાલધ્વજ રથ તરીકે ઓળખવામાં આવે છે જે 13 ફૂટ ઊંચો હોય છે અને તેમાં લાકડાના 14 ચક્રો દ્વારા તેને ચલાવવામાં આવે છે બલભદ્રના તાલ ધ્વજ રથને લીલા વ્સ્ત્ર થી શણગારવામાં આવે છે જેને 763 લાકડાના નાના ટુકડા ભેગા કરીને રથને બનાવવામાં આવે છે ભગવાન બલભદ્ર ના રથ પર હળ અને મુશળ રક્ષાના પ્રતિક રૂપે રાખવામાં આવે છે વાસુકી નાગ સ્વરૂપે રથમાં રસીઓ બાંધવામાં આવે છે જેને સ્વયં ભગવાનના ભક્તો દ્વારા ખેંચવામાં આવતી હોય છે.

બહેન શુભદ્રા નો દર્પદલન રથ: બહેન સુભદ્રા જે રથમાં બિરાજમાન થાય છે તેને દર્પદલન રથ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રથ 12.9 મીટર ઊંચો રાખવામાં આવે છે જેને લાકડાના 12 પૈડા થી ચાલતો કરવામાં આવે છે લાલ અને કાળા વસ્ત્રો દ્વારા બહેન શુભદ્રાના દર્પદલન રથને શણગારવામાં આવે છે આ રથ 593 લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે જેમાં ગંગા અને યમુના સ્વયં દ્વારપાલ તરીકેની ફરજ અદા કરે છે સનાતન ધર્મની લોકવાયકા અનુસાર કોઈ પણ ભક્ત દ્વારા આ રથોને અષાઢી બીજના દિવસે ખેંચવામાં આવે તો તેમના અનેક જન્મના પાપોનો નાશ થાય છે તેવી લોકવાયકા હોવાને કારણે પણ કરોડોની સંખ્યામાં લોકો રથયાત્રામાં સામેલ થઈને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રા ના રથના દર્શન કરે છે.

  1. પાટણમાં ભગવાનનું ભવ્ય મામેરુ ભરાશે, યજમાન નાયક પરિવારે નગરજનોને આપ્યું આમંત્રણ - Jagannath Rath Yatra 2024
  2. વડોદરાવાસીઓ નોંધી લો ! રથયાત્રાને લઈને આ વિસ્તાર 'નો પાર્કિંગ' ઝોન, જનતા જોગ જાહેરનામું - Jagannath Rath Yatra 2024

ABOUT THE AUTHOR

...view details