ખેડા:જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ફરજ પર જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર દ્વારા તાત્કાલિક પ્રિસાઈડીંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં મહેમદાવાદ નગરપાલિકા વોર્ડ નંબર 5ના મતદાન મથક 3 પર પ્રિસાઈડીંગ ઓફીસર દારૂ પીધેલી હાલતમાં ફરજ પર જોવા મળ્યા હતા. વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામના ઓફિસર પીધેલી હાલતમાં ફરજ બજાવવા પહોંચ્યા હતા. ઘટના મામલે કલેકટર દ્વારા તાત્કાલિક આ પ્રીસાઈડીંગ ઓફિસરને હટાવી દેવાયા હતા. વીરેન્દ્રસિંહ બારીયા પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જેને ઈલેક્શન ડ્યુટી સોંપાઈ હતી.
ખેડામાં પ્રિસાઈડીંગ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો (Etv Bharat Gujarat) ફોજદારી કાર્યવાહી કરશે: હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચૂંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યો છે. માહિતી મુજબ જો પ્રિસાઇડીંગ ઓફિસર પીધેલ હશે તો જિલ્લા કલેક્ટર દ્વારા તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોજાઈ રહ્યું છે મતદાન:આજરોજ ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુવા અને ખેડા નગરપાલિકા તેમજ કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે.
આ પણ વાંચો:
- ભાવનગર સામાન્ય ચૂંટણી: મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત કયા કેટલું નોંધાયું મતદાન, જાણો
- આજે વહેલી સવારથી જૂનાગઢ મતદાન થયું શરૂ, પહેલા ચાર કલાકમાં કયા કેટલું થયું વોટિંગ? જાણો