ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓફ સીઝનમાં કેસર કેરીનો ભાવ દસ ગણો વધુઃ પોરબંદરના માર્કેટ યાર્ડમાં બે બોક્સની કિંમત ચોંકાવનારી - KESAR MANGO SOLD AT RS 1001 PER KG

ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક લોકોને નવાઈ પમાડી રહી છે, ત્યારે 1 કિલો કેસર કેરી જ 1001 રૂપિયામાં વેચાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી 1001ની કિલોના ભાવે વેચાઇ
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી 1001ની કિલોના ભાવે વેચાઇ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 3:50 PM IST

Updated : Dec 4, 2024, 4:38 PM IST

પોરબંદર: કેસર કેરી સૌનું પ્રિય ફળ છે અને મોટાભાગના લોકો કેસર કેરી ખાવા માટે આતુર હોય છે. પરંતુ સામાન્ય રીતે કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે. ત્યારે પોરબંદરના બરડા ડુંગરમાં શિયાળામાં કેરીનો ફાલ આવતા લોકો આશ્ચર્ય પામ્યા છે.

કેસર કેરી 1001 કિલોના ભાવે વેંચાઇ: પોરબંદરમાં 5 દિવસ પહેલા બરડા ડુંગરની ફેમસ કેસર કેરી 8,500 ની 10 કિલો વેચાઈ હતી. જ્યારે 3 દિવસ બાદ એક બોક્સની આવક થતા જ કેસર કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતા 10 કિલો કેસર કેરીનું રુ 7,500માં વેચાણ થયું હતું. ત્યારે આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 2 બૉક્સ કેરીની આવક થતા 1001ની કિલો એટલે કે, 10 કિલોના રુ. 10.010ની વેચાઇ હતી.

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી 1001ની કિલોના ભાવે વેચાઇ (Etv Bharat Gujarat)

કેસર કેરીની શિયાળામાં આવક શરુ: વેપારીઓ સહિત લોકો પણ આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના ફ્રુટના વેપારી કેતનભાઈએ જણાવ્યું કે, પોરબંદરનો બરડા પંથકમાં કેસર કેરીને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. હવે બરડામાં કેસર કેરીની શિયાળામાં આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કેરી બરડાના ખંભાળા ગામમાં નાથાભાઈ કારાભાઈની વાડીમાં આવી હતી. ત્યારે વધુ ફાલ આવે તેવી શક્યતા છે. મહાત્મા ગાંધી અને ખાજલી માટે પ્રખ્યાત પોરબંદર હવે બરડાની કેસર કેરીના નામથી પ્રખ્યાત થવા જઇ રહ્યું છે.

આ પણ વાંચો:

  1. ખેડૂતે ખારાપટ વિસ્તારમાં આમળાની ખેતી કરી મેળવ્યું લાખોનું ઉત્પાદન, જાણો કેવી રીતે?
  2. દીપડાની દહેશત, વાંસદામાં આંબાબારી ગામે છ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો
Last Updated : Dec 4, 2024, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details