કચ્છના આદિપુરની યુવતી કરિશ્મા માનીની આંખોના રંગ માટે 17 જેટલા વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા (ETV Bharat Gujarat) કચ્છ: કચ્છના આદિપુરની 34 વર્ષીય કરિશ્મા માનીએ તેની બે જાદુઈ અલગ-અલગ આંખોના રંગ માટે 17 જેટલા વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. કરિશ્મા માની વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ઉપરાંત એક એન્કર, અભિનેત્રી અને મૉડલ પણ છે. કરિશ્માને નાનપણથી આજ દિન સુધી 3000 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ તેમજ સન્માન પત્ર મળ્યા છે. ઉપરાંત તે 23 હોનરરી ડોક્ટરેટ પણ છે.
આંખોના રંગ માટે 17 જેટલા વર્લ્ડ રેકોર્ડ (ETV Bharat Gujarat) એન્કરિંગ અને મોડલિંગ માટે પણ પ્રખ્યાત: 7મી માર્ચ 1990ના રોજ જન્મેલી કરિશ્મા માની કચ્છના આદિપુરમાં રહે છે. અને માત્ર તેની અસાધારણ આંખો જ નહીં પરંતુ તેની પાસે રહેલી અસાધારણ પ્રતિભાથી ધીમે ધીમે સમગ્ર ભારતમાં તે પોતાનું અને તેના માતા પિતાનું નામ રોશન કરી રહી છે. આ યુવતી માત્ર તેની અનોખી આંખો માટે જ ઓળખાતી નથી પરંતુ તે પોતાની એન્કરિંગ અને મોડલિંગ માટે પણ પ્રખ્યાત છે. કરિશ્માને બંને આંખોમાં 4 જેટલા નંબર છે માટે તે પારદર્શક લેન્સ પહેરે છે પરંતુ તેની બન્ને આંખોના રંગ તો જુદા જુદા જ છે.
કચ્છના આદિપુરની યુવતી કરિશ્મા માની (ETV Bharat Gujarat) કરિશ્મા આંખો માટે જાણીતી: જ્યારે કરિશ્માનો જન્મ થયો અને તેની બન્ને આંખોનો રંગ અલગ અલગ હતો, ત્યારે તેના માતા-પિતા ચિંતિત હતા અને તેમણે ડોકટરની પણ સલાહ લીધી હતી. ત્યારે ડોકટરે તેમને જણાવ્યું હતું કે જેમ જેમ કરિશ્મા મોટી થતી જશે તેમ તેમ તેની આંખોનો રંગ નોર્મલ થઈ જશે. આ કોઈ રોગ નથી. પરંતુ કરિશ્માની બન્ને આંખોનો રંગ આજે પણ અલગ અલગ જ છે અને આજે તે પોતાની આંખો માટે પણ જાણીતી બની છે.
કરિશ્મા માનીના નામે 17 જેટલા વર્લ્ડ રેકોર્ડ (ETV Bharat Gujarat) વિશ્વમાં 10 જ લોકો: કરિશ્માને જન્મજાત હીટરોક્રોમિયા ઇરિડમ છે. જે એક રોગ નથી. પરંતુ ભગવાનની ભેટ છે, તેવું કરિશ્મા જણાવે છે. હીટરોક્રોમિયા ઇરિડમ પણ અનેક પ્રકારનો હોય છે પરંતુ રિસર્ચ મુજબ આ એક દુર્લભ કિસ્સો છે. કરિશ્માને જે કનજેનીટલ હીટરોક્રોમિયા ઇરિડમ છે. તેવા પૂરા વિશ્વમાં 10 જ લોકો છે જે પૈકી ભારતમાં એક માત્ર કરિશ્મા છે. બાકીના હોલિવુડના સેલિબ્રિટી અને મોડેલ છે.
કચ્છની યુવતી કરિશ્મા માનીની જાદુઈ આંખો (ETV Bharat Gujarat) માતા-પિતાની આંખોના રંગ સમાન:કરિશ્મા માનીની આંખોના રંગની વાત કરવામાં આવે તો તેની ડાબી આંખનો રંગ કાળો કથ્થઈ/ચોકલેટ બ્રાઉન છે, જે તેની માતાની આંખોના રંગ જેવો છે. અને જમણી આંખનો રંગ હેઝલ છે, જે તેના પિતાની બંને આંખોના રંગ સમાન છે. જમણી આંખમાં હેઝલનો તેજસ્વી શેડ છે. જે બ્રાઉન-ગ્રીનનું અદભૂત સંયોજન દર્શાવે છે, જ્યારે તેની ડાબી આંખ અદભૂત ચોકલેટ બ્રાઉન રંગની છે.
કચ્છના આદિપુરની યુવતી કરિશ્મા માની (ETV Bharat Gujarat) કરિશ્માના નામે વર્લ્ડ રેકોર્ડ:કરિશ્મા માનીએ પહેલો વર્લ્ડ રેકોર્ડ વર્ષ 2020માં નોંધાવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2020(cosmos book of records શ્રેણીમાં), વિશિષ્ટ વિશ્વ વિક્રમો, ઉત્તર પ્રદેશના વિશ્વ વિક્રમો, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, કોસમોસ વર્લ્ડ રેકોર્ડ, મિરેકેલ વર્લ્ડ રેકોર્ડ, ભારત બુક ઓફ રેકોર્ડ, સ્ટાર એમિકા નેશનલ પ્રાઈડ રેકોર્ડ, એકસકલુઝિવ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ, સ્ટેટ રેકોર્ડ બુક ઓફ ઇન્ટરનેશનલ, શ્રીજન બુક ઓફ રેકોર્ડ, ઇન્ડીજીનીયસ સક્સેસ વર્લ્ડ રેકોર્ડ બુક, નેશનલ સ્ટાર એકસિલન્સ રેકોર્ડ બુક, ભારત વર્લ્ડ રેકોર્ડ, બિહાર બુક ઓફ રેકોર્ડ તેમજ જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેને સ્થાન મળ્યું છે. કરિશ્માને તેની મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલીટી માટે પણ અનેક એવોર્ડ મળ્યા છે.
કરિશ્મા માનીએ માતા-પિતાનું નામ કર્યું રોશન (ETV Bharat Gujarat) વર્ડ્સ કમ ફ્રોમ સોલ બુકમાં પણ સ્થાન:આ ઉપરાંત કરિશ્મા માની વર્ષ 2010માં અંગ્રેજી સાહિત્યમાં કચ્છમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. કરિશ્મા ધણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, તો આવનારા સમયમાં પણ તે ઘણા ટીવી શો, સિરિયલો અને વધુ ફિલ્મોમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે કરિશ્માને વિશ્વ વિખ્યાત કોફી ટેબલ કવિતા કાવ્યસંગ્રહ પુસ્તક "વર્ડ્સ કમ ફ્રોમ સોલ" માં મોડેલ તરીકે પણ દર્શાવવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વિશ્વ વિક્રમ ધારક કવિએ તેની આંખોની સુંદરતા પર કવિતા લખી હતી.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં માત્ર મેઝરેબલ રેકોર્ડને જ સ્થાન: નોંધનીય વાત એ છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરિશ્માને સ્થાન નથી મળ્યું. જેના કારણ અંગે વાતચીત કરતા કરિશ્માએ જણાવ્યું હતું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે જ્યારે કરિશ્માએ પોતાની આંખોના રંગને લઈને રોકોર્ડ અંગે વાતચીત કરી હતી. ત્યારે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નેચરલ રેકોર્ડ નામની કોઈ કેટેગરી નથી અને આ વર્લ્ડ રેકોર્ડ બુકમાં માત્ર માપી શકાય તેવા જ વર્લ્ડ રેકોર્ડ નોંધાતા હોય છે, જેમ કે લાંબામાં લાંબા નખ, લાંબામાં લાંબા વાળ, સૌથી વધુ હાઇટ ધરાવતા પુરુષ/મહિલા આવી રીતે અલગ અલગ રેકોર્ડ કે જેને માપી શકાય છે કે જેની ગણતરી કરી શકાય છે જેમ કે સૌથી ઝડપી લેખન, સૌથી ઝડપી દોડ વગેરે. માટે તેમની આંખો રેકોર્ડ કુદરતની દેન છે તેથી તે નોંધી શકાય નહીં.
લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મહિલા પુરુષ કેટેગરી જુદી નથી:લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જોડિયા ભાઈના નામે રેકોર્ડ નોંધાયેલો છે. જેમાં બંને ભાઈઓની બન્ને આંખોના રંગ જુદા જુદા છે જેમાં એક ભાઈની બ્લુ અને બ્રાઉન રંગની છે, જ્યારે બીજા ભાઈની બ્રાઉન અને બ્લુ રંગની છે.લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પુરુષ અને મહિલા કેટેગરી નો સમાવેશ કરવામાં નથી આવ્યું આ ઉપરાંત અમુક રેકોર્ડ એવા હોય છે જે અન્ય વ્યક્તિ દ્વારા તોડી શકાય છે.ત્યારે જોડિયા ભાઈઓ સામે કરિશ્મા એક સિંગલ યુવતી તરીકેના વર્લ્ડ રેકોર્ડની વાત કરી હતી પરંતુ તેમની પાસે કોઈ કેટેગરી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું અને જ્યારે આવી કોઈ કેટેગરી ઉમેરવામાં આવશે ત્યારે કરિશ્માના રેકોર્ડનો સમાવેશ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
- લાખોની લીંબોળી, બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોળી બની આવકનો સ્ત્રોત, જાણો કેવી રીતે ? - Banaskantha became the hub of lemon
- ગુજરાત માટે ગૌરવ ભરી ક્ષણ... મહેસાણાની બેડમિન્ટન ખેલાડીએ મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું - badminton player of Mehsana won