જુનાગઢ: શનિવારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ જુનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ખેતીલક્ષી વીજ પુરવઠો 10 કલાક આપવાની વાતને સમર્થન આપ્યું હતું, અને રાજ્યના ઉર્જા વિભાગના સંકલનમાં રહીને ખેડૂત માટે દિવસ દરમિયાન 10 કલાક વીજળીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલામાં ઉર્જા વિભાગ દ્વારા ખેતીલક્ષી વીજ પુરવઠાનું 10 કલાકનું ટાઈમ ટેબલ ગોઠવી દેવામાં આવ્યું છે, પરંતુ વીજ વિભાગના આ સમયપત્રક દરમિયાન આજે પણ આઠ કલાક વીજ પુરવઠો સતત આવતો હોય તેવો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. સમગ્ર સોરઠ પંથકમાં ખેડૂતો સતત 10 કલાક વીજળીની સરકારની વાતો છે તેને પોકળ ગણાવી રહ્યા છે.
વીજ લાઈન ટ્રીપ થતા અનેક મુશ્કેલી: આઠ કલાક વીજ પુરવઠાના ટાઈમ ટેબલમાં પણ વીજ પુરવઠો શરૂ થતાં અનેક વખત લાઈનમાં ટ્રેપ આવી જાય છે, જેને કારણે 15 મિનિટથી લઈને 45 મિનિટ સુધીનો ફરજિયાત આવી જાય છે.આવા સમયે આઠ કલાકનું ટાઈમ ટેબલ પૂરું થતાં ફરી વીજ પુરવઠો બીજા દિવસ માટે પૂર્વવત બનતો હોય છે. પરંતુ એક કલાક વીજ પુરવઠો પૂર્વવત રહ્યા બાદ 30 કે 45 મિનિટ વીજ સપ્લાય કટ થઈ જતા ખેતીમાં પાણીનો બગાડ થાય છે અને ખેડૂતોએ એકડે એક થી ફરીથી કૃષિ પાકોને પાણી આપવું પડે છે આવા કિસ્સામાં 40 થી 50% જ ખેતરમાં પાણી પહોંચી શકે છે.
સોરઠ પંથકના ખેડૂતોનો અભિપ્રાય: વંથલીના ખેડૂત હમીરભાઇ વીજ પુરવઠો 10 કલાક આપવાની વાતને સમર્થન આપે છે, પરંતુ આઠ કલાક સુધી એકધારો વીજ પ્રવાહ મળતો નથી, જેને કારણે અનેક મુશ્કેલી ઉભી થાય છે.