ગુજરાત

gujarat

ETV Bharat / state

સોના કે ચાંદીની નહીં મહિલાએ કરી રમકડાની ચોરી, CCTVમાં ચોરી કરતી આબાદ ઝડપાઈ - junagarh theft - JUNAGARH THEFT

જૂનાગઢમાં અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હીરા-ઝવેરાત, રોકડ, દાગીના કાર કે કોઈ કીમતી ચીજ વસ્તુઓની ચોરી નહીં પરંતુ બાળકને રમવાના રમકડાની ચોરી થયાની અરજી એ ડિવિઝન પોલીસ મથકમાં કેસ એન્ડ કેરી નામની રમકડાની દુકાનના માલિક મિરલબેને એ ડિવિઝન પોલીસ મથકમાં આપી છે. junagarh theft cctv

જૂનાગઢમાં સોના કે ચાંદીની ચોરી નહી પણ રમકડાની ચોરી થઇ
જૂનાગઢમાં સોના કે ચાંદીની ચોરી નહી પણ રમકડાની ચોરી થઇ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 11:28 AM IST

રમકડાની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઇ (etv bharat gujarat)

જૂનાગઢ: સોના, ચાંદી, હીરા-ઝવેરાત રૂપિયા કે કીમતી વસ્તુની નહીં પરંતુ જૂનાગઢમાં રમકડાની ચોરી થયાનો કિસ્સો સામે આવ્યો છે. માંગનાથ બજારના રમકડાની દુકાનના માલિક મિરલબેન ધોળકિયા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં રમકડાની ચોરી થયાની અરજી આપવામાં આવી છે. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

કિમતી વસ્તુની નહી રમકડાની થઈ ચોરી: જૂનાગઢમાં અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હીરા-ઝવેરાત, રોકડ, દાગીના કાર કે કોઈ કીમતી ચીજ વસ્તુઓની ચોરી નહીં પરંતુ બાળકને રમવાના રમકડાની ચોરી થયાની અરજી એ ડિવિઝન પોલીસ મથકમાં કેસ એન્ડ કેરી નામની રમકડાની દુકાનના માલિક મિરલબેને એ ડિવિઝન પોલીસ મથકમાં આપી છે. દુકાનના માલિકની અરજીને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથક દ્વારા રમકડાની ચોરી કરનાર મહિલાની શોધ કરવામાં આવી છે.

ચોરી કરનાર મહિલા કેમેરામાં કેદ: કેસ એન્ડ કેરી નામની રમકડાની દુકાનના માલિક મિરલબેને અરજી આપી છે અને તેમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ 16 તારીખની રાત્રિના 8:30 વાગ્યા બાદ તેઓ કોઇ કામ અર્થે દુકાનની બહાર ગયા હતા. એ સમયે દુકાનમાં તેમના પિતા હતા. જેની એકલતાનો લાભ લઈને દુકાનના ડિસ્પ્લે પર રાખેલ શોપીસ તરીકે રાખેલા રમકડા કે, જેની કિંમત 700 રૂપિયાની આસપાસ થાય છે તેની ચોરી થઇ હતી. આ સમગ્ર મામલામાં બજારમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરામાં રમકડાની ચોરી કરતી એક મહિલા આબાદ ઝડપાઈ ગઈ છે. જે સુખી સંપન્ન પરિવારની હોવાનું પણ વીડિયોમાં લાગી રહ્યું છે. આ સમગ્ર મામલામાં એ ડિવિઝન પોલીસે રમકડાની દુકાનના માલિકની અરજીને આધારે તપાસ શરૂ કરી છે.

  1. NAFEDના ડાયરેક્ટર પદે બિનહરીફ ચૂંટાવાનું મોહનભાઈ કુંડારીયાને ગૌરવ કેમ છે? - NAFED Director Mohan Kundariya
  2. માત્ર એક ફેસબુક પોસ્ટ થકી અમદાવાદની રાગ પટેલને મળી રાજામૌલીની RRR ફિલ્મમાં ગાવાની તક - RRR singer Raag patel

ABOUT THE AUTHOR

...view details