અમદાવાદ :જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટ અમદાવાદથી ઝડપાયો છે. ગુજરાત ATS ની ટીમે તોડકાંડના આરોપી અને સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ કામ કરતી એજન્સી ગુજરાત ATS તોડકાંડની તપાસ કરી રહી છે.
Junagadh Todkand : જૂનાગઢ તોડકાંડનો આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ગુજરાત ATS ની કાર્યવાહી - માધુપુરા સટ્ટાકાંડ
જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ગુજરાત ATS ટીમે અમદાવાદમાંથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ જૂનાગઢમાં અરજદાર પાસેથી અન્ય પોલીસકર્મીઓ સાથે મળી તોડ કર્યો હોવાનો આરોપ છે. આ કેસની તપાસ હાલ ગુજરાત ATS ને સોંપવામાં આવી છે.
Published : Feb 2, 2024, 2:12 PM IST
|Updated : Feb 2, 2024, 2:22 PM IST
તરલ ભટ્ટની ધરપકડ :જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ગુજરાત ATS ટીમે ધરપકડ કરી છે. જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટે અરજદારને એકાઉન્ટ ફ્રીઝ બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ કેસની તપાસ ગુજરાત ATS ને સોંપવામાં આવી હતી. ગુજરાત ATS નો દાવો છે કે અમદાવાદથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.
કેસની ઉડતી વાતો :બીજી તરફ તરલ ભટ્ટના કેટલાક ખાસ માણસો એક દિવસ પહેલા ATS માં ગયા હોવાની પણ વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. કોલ સેન્ટરના માફિયા અને માધુપુરા સટ્ટાકાંડના ડેટા તેમની પાસે હતા. તેઓએ ATS ની મુલાકાત લીધી હોવાની માહિતી છે. તો બીજી તરફ તરલ ભટ્ટ હાજર થયા હોય તેવી પણ ચર્ચા છે. ત્યારે આગળની તપાસ ATS કઈ દિશામાં કરે છે તેના પર સૌની નજર છે.