જુનાગઢ : જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર હીરાભાઈ જોટવા એ આજે જુનાગઢ લોકસભા બેઠક પર તેમનું નામાંકન પત્ર ભર્યું છે દોમડીયા વાળી ખાતે કોંગ્રેસની એક સભાનું આયોજન કરાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય લોકો અને કોંગ્રેસના કાર્યકરોની સાથે જૂનાગઢના પ્રભારી વિક્રમ માડમ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પુંજાભાઈ વંશની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના તમામ નાના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સભા બાદ હીરાભાઈ જોટવાએ જુનાગઢના જાહેર માર્ગો પર પગપાળા રેલી યોજીને કલેક્ટર કચેરીએ નામાંકન પત્ર રજૂ કરવા માટે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે 12 અને 16 મિનિટે તેમનું નામાંકન પત્ર રજૂ કર્યુ હતું.
સોરઠી પાઘડી અને સનાતન ધર્મનું મુહૂર્ત સાચવી કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ભર્યું ઉમેદવારી પત્ર - Junagadh Lok Sabha Seat - JUNAGADH LOK SABHA SEAT
જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આજે સોરઠી પાઘડી અને સનાતન ધર્મના મુહૂર્ત સાચવીને 12 અને 16 કલાકે જુનાગઢ લોકસભા બેઠક પર તેમનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. તે પૂર્વે આયોજિત સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકો જોડાયા હતાં.
Published : Apr 18, 2024, 4:37 PM IST
સનાતન ધર્મનું મુહૂર્ત સાચવ્યું : સામાન્ય રીતે દરરોજ પીળા કુર્તામાં જોવા મળતા હીરાભાઈ જોટવા આજે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે સોરઠી પાઘડી પહેરેલા જોવા મળતા હતા. સામાન્ય રીતે આ પાઘડી જુનાગઢથી લઈને દિવ સુધી મોટા ભાગની જ્ઞાતિના લોકો પહેરતા હોય છે જેથી તેને સોરઠી પાઘડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજે જુનાગઢ લોકસભા બેઠક પર તેમની ઉમેદવારી કરતી વખતે સોરઠના પ્રતિનિધિત્વના ભાગરૂપે તેમણે સોરઠી પાઘડી પહેરી હતી તો બીજી તરફ મોટા ભાગના નેતાઓ 12 અને 39 મિનિટના વિજય મુહૂર્તને સાચવીને આ સમયે ફોર્મ ભરતા હોય છે. પરંતુ કોંગ્રેસના હીરાભાઈ જોટવાએ આજે 12 અને 16 મિનિટે તેમનું નામાંકનપત્ર જુનાગઢ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાને આપ્યું હતું.
પ્રભારી વિક્રમ માડમે આપ્યો પ્રતિભાવ : જુનાગઢ લોકસભા બેઠકના પ્રભારી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ તેમનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હીરાભાઈ જોટવા લોકોના ઉમેદવાર છે. અમે લોકોની સમસ્યા લોકોને પડતી મુશ્કેલી માટે ચૂંટણી મેદાનમાં આવ્યા છીએ અને લોકોના પ્રશ્નોને લઈને અમે મત માગી રહ્યા છીએ. ભાજપની જેમ ભગવાનના નામે મત માગવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે રામના નામે નહીં પરંતુ કામના નામે મત માગવા નીકળ્યા છે. જૂનાગઢના મતદારો કામના નામને પ્રાધાન્ય આપીને હીરાભાઈ જોટવાને ચૂંટણીમાં વિજય બનાવશે. તો બીજી તરફ હીરાભાઈ જોટવાએ પણ જણાવ્યું હતું કે પ્રત્યેક ધર્મના લોકો પોતાની ધાર્મિક આસ્થા અનુસાર કોઈ શુભ કાર્ય કરવા માટે એક સમય નિર્ધારિત કરતા હોય છે. તેઓ સર્વ ધર્મના માનનારા વ્યક્તિ છે. તેમની માન્યતા અનુસાર આજે તેમણે 12 વાગ્યે અને 16 મિનિટે ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કર્યું હતું. આ સમયે સૂર્ય બિલકુલ મધ્યાને તપતો હોય છે આવા સમયે સૂર્ય ભગવાનના આશીર્વાદ પણ તેમને મળે તે માટે તેમણે આ સમય પસંદ કર્યો છે.