જૂનાગઢ :સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો ગણાતો નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા હીરા ગૌરીજી માતાજીના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો આવી રહ્યા છે. ભક્તો માતાજીની સચેતન સમાધિ સ્થળના દર્શન કરીને ભાવવિભોર બની રહ્યા છે.
માત્ર નવરાત્રીમાં જ આપે છે દર્શન :પાછલા ઘણા વર્ષોથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન હીરા ગૌરીજી માતાજીના મઠમાં થતી વિશેષ ધાર્મિક પૂજા અને ઘટસ્થાપનનું મહત્વ રહેલું છે. આ નવ દિવસ દરમિયાન જૂનાગઢ વાસીઓ માતાજીના મઠના દર્શન કરીને નવરાત્રીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે. જોકે, ખાસ વાત એ છે કે, આખા વર્ષમાં માત્ર નવરાત્રીના નવ દિવસ દરમિયાન જ હીરા ગૌરીજી માતાજીનો મઠ માઈ ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવે છે. જેના કારણે આ મઠ આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.
માત્ર આસો નવરાત્રીમાં ખુલતું હીરાગૌરી માતાનો મઠ (ETV Bharat Gujarat) માતા હીરા ગૌરીજીનો મઠ : હીરાગૌરી માતાજી ઉત્તર ભારતના હોવાનું માનવામાં આવે છે. આજથી અનેક વર્ષો પૂર્વે જૂનાગઢ નજીક આવેલા માંગનાથ પીપળી ગામમાં હીરા ગૌરી માતાજી માલધારીઓની સાથે રહીને ગાયની સેવા કરતા હતા. ત્યારે જૂનાગઢમાં આવેલા માંગનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને અહીં રહેલા માંગા ભગતે હીરા ગૌરી માતાજીને માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી હીરા ગૌરી માતાજી માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરી રહ્યા છે.
માતા હીરા ગૌરીજીનો મઠ (ETV Bharat Gujarat) માતાજીની જીવંત સમાધિ : હીરાગૌરી માતાજી દ્વારા થયેલા ધાર્મિક અને સનાતન હિંદુ ધર્મના કાર્યને અંતે સચેતન જીવંત સમાધિ લેવાની સાથે પૂર્ણ થયા હતા. તેમની આ ધાર્મિક યાત્રા પૂર્ણ થતા તેમને અહીં જીવંત સમાધિ આપવામાં આવી હતી. જ્યાં તેમનું મઠ આજે પણ નવરાત્રીના નવ દિવસ દરમિયાન માઇ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે છે. અહીં અખંડ જ્યોત વર્ષભર પ્રજ્વલિત રાખવામાં આવે છે, પરંતુ કોઈ પણ માઈભક્તને નવરાત્રી સિવાય તેમના દર્શન કરવા માટે અનુમતિ આપવામાં આવતી નથી.
- જૂનાગઢના દાત્રાણામાં આહીરાણી મહારાસનું આયોજન
- છેલ્લા 15 વર્ષથી રાધે શ્યામજી રામરોટી સેવાનો ભોજન યજ્ઞ