નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હાલત હાલ સ્થિર છે. તેઓને શનિવારના રોજ અપોલો હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રુટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે, ચેકઅપની રિપોર્ટ આવ્યા પછી જ અડવાણીને રજા મળી શકે છે. અડવાણી જે 97 વર્ષના છે. ન્યૂરો અને વૃદ્ધાવસ્થાથી સંબંધિત સમસ્યાઓના લીધે તેઓ શનિવારના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓને પહેલા દિલ્હીની AIMMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમની હાલતને ધ્યાને રાખીને અપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ઇલાજ સિનિયર ડોક્ટર વિનીત સૂરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અપોલોના ન્યૂરો ડિપાર્ટમેન્ટના તજજ્ઞ છે.
જાણકારી મુજબ, અડવાણીનું નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે અને તેઓ વર્ષમાં ઘણીવાર પોતાના રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ જાય છે. ઓગસ્ટ અને જૂન મહિનામાં તેમની તબિયત બગડી જવા પર તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ થોડા સમય પછી તેઓએ હોસ્પિટલમાંથી રજા મેળવી લીધી હતી. ડોક્ટર્સ અનુસાર, અડવાણીની ઉમરના કારણે તેઓને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે. પરંતુ હાલ તેમની સ્થિતિ ગંભીર નથી. તેમની દિકરી પ્રતિભા અડવાણી તેમની સાથે પૃથ્વીરાજ રોડ પર આવેલા સરકારી બંગલામાં રહે છે.
લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજનીતિના એક મહત્વપૂર્ણ સ્તંભ છે. તેઓ ભારતના 7માં નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે અને વર્ષ 1998થી 2004 સુધી દેશના ગૃહમંત્રી પણ હતા. ભાજપના સંસ્થાપક સદસ્યોમાંથી એક હોવાને લીધે અડવાણીએ પાર્ટી અને દેશ માટે ઘણા ઐતિહાસિક કાર્યો કર્યા છે. ગૃહમંત્રીના રુપમાં તેઓએ દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કાર્ય કર્યુ છે અને ગુજરાતના ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો: