અમદાવાદ: શહેરની ઐતિહાસિક રતનપોળ એટલે ગુજરાતમાં કપડાની ફેશનનો ઉદ્ભવ સ્થાન. આ બજારમાંથી ચણિયાચોળી અને સાડી ખરીદવા માટે વિદેશથી પણ લોકો આવે છે. અહીંના કપડા વર્લ્ડ ફેમસ છે. અહીં આખા વર્ષ દરમિયાન ગ્રાહકોની ભીડ જામી રહે છે. ખાસ કરીને ચણિયાચોળી ખરીદવા માટે રતનપોળ ખૂબ જ ફેમસ અને જાણીતું છે. અહીં 2000 થી લઈને લાખ રૂપિયા સુધીની પણ ચણિયાચોળી, લહેંગા મળે છે. બોલીવુડ એક્ટર જે ચણીયાચોળી અને લહેંગા પહેરે છે તેની કોપી પણ અહીં મળે રહે છે.
બ્રાઇડલ સાથે સાઇડર ચણિયાચોળી: રતનપોળાની ચણિયાચોળીની વાત કરીએ તો અહીં એટલી વેરાયટી મળે છે કે તમે જોતા થાકી જશો પણ વેરાઇટી ખૂટશે નહીં. અહીં ખાસ કરીને મારવાડી, થ્રેડ વર્ક, વેલવેટની ચણિયાચોળી, નેટની ચણિયાચોળી અને બ્રાઇડલ સાથે સાઇડર ચણિયાચોળી મળે છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની છે. મહત્વની વાત તો એ છે કે તમે ગમે ત્યારે ઓર્ડર આપીને પણ અહીંથી ચણિયાચોળી બનાવડાવી શકો છો.
અહીંયાની ચણીયા ચોળી ખરીદવા માટે આખા દેશ અને દુનિયાના લોકો આવે છે. ખાસ કરીને NRI લોકોને અહીંની ચણિયાચોળી ખૂબ જ ગમે છે કારણ કે વિદેશમાં અહીં મળતી ચણિયાચોળી મળતી નથી. પરિણામે લોકો અહીં થી ખરીદી કરે છે અનેે ત્યાં પ્રસંગોમાં પહેરે છે.
માર્કેટમાં કપડાં થી માંડીને દરેક વસ્તુ મળી રહે છે: રતનપોળાના એક વેપારી પીન્ટુભાઈએ જણાવ્યું હતું કે, 'રતનપોળમાં મીડીયમ રેન્જમાં બહુ જ સારી વેરાઈટી મળે છે. ખાસ કરીને જે મોટા ડિઝાઈનર વર્લ્ડ ફેમસ છે એની ફર્સ્ટ કોપી પણ અહીં મળી જાય છે. આ બજારમાં બિંદીયાથી માંડીને ગોલ્ડ સુધીની દરેક આઈટમ મળી જાય છે. અહીં સાડી, ચણિયાચોળી, લહેંગા, સલવાર, સુટ, શેરવાની બ્રાઇડલ સાઇડર, હલ્દી, મહેંદી બધા જ માટે આ માર્કેટમાં કપડાં થી માંડીને દરેક વસ્તુ મળી જાય છે.'
જી જાન લગાવી ડ્રેસ બનાવે છે: તેમણે વધુમાં જણાવ્યું કે, 'ખાસ કરીને જે લહેંગા ચારથી પાંચ લાખ સુધીમાં આવે છે એની કોપી મીડીયમ રેન્જમાં મળી રહે છે. 25 થી 50 હજાર સુધીમાં ચણીયા ચોળી અને લહેંગા મળી રહે છે. અમારી પાસે હેવી વર્ક વાળા લહેંગા છે જે 45,000 થી 50,000 સુધીની કિંમતમાં છે જેને ફરૂખાબાદના લહેંગા કહેવામાં આવે છે. કોઈપણ લેડીઝ માટે રતનપોળ માર્કેટ નંબર વન કાપડ માર્કેટ છે. 22 વર્ષનો અમારો એક્સપિરિયન્સ છે અને જી જાન લગાવી ડ્રેસ બનાવીએ છીએ.'
આ બજારમાં ખરીદી કરવા માટે એટલાન્ટિકા જોર્જીયાથી આવેલી હંસાબેન પટેલે જણાવ્યું હતું કે, 'અમે બારડોલીમાં રહીએ છીએ અમે રતનપોળ વિશે ખૂબ જ સાંભળ્યું હતું. અમે અહીં સાડી ખરીદવા માટે આવ્યા છીએ. બજાર મને બહુ જ ગમ્યું. અહીં ખૂબ જ સારી વેરાઈટીની સાડી, ચણિયાચોળી અને લહેંગા મળે છે. અહીંની પ્રાઈઝ પણ સારી છે. અમે વિદેશમાં પણ મુખ્યત્વે સાડી પહેરી એ છીએ. હું 55 વર્ષથી અમેરિકામાં રહું છું, અને દર વર્ષે અમે ગુજરાત આવીએ છીએ તેમાં પણ અમદાવાદમાં ખરીદી કરવા માટે સ્પેશિયલ આવીએ છીએ.'
ચેનપુરથી આવેલા ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, 'હું ચણીયા ચોળી અને સાડી લેવા માટે અહીં આવી છું. ખુબ સારા અને રિઝનેબલ પ્રાઈઝમાં બધી જ વેરાઈટી મળી જાય છે. અમે અમારી ફેમિલી સાથે અહીં આવતા રહીએ છીએ. અહીંની ચણીયા ચોળી વર્લ્ડ ફેમસ છે. સારા અને સસ્તા બજારમાંથી એક આ બજાર છે.'
આ પણ વાંચો: