પોરબંદર: જિલ્લાના દરિયામાં જેતપુરના કેમિકલ ઉદ્યોગનું દૂષિત પાણી ઠાલવવાના પ્રોજેક્ટનો છેલ્લા 3 વર્ષથી Save Porbandar Sea નામની સંસ્થા વિરોધ કરી રહી છે. ત્યારે અનેક પ્રયાસો બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા Save Porbandar Sea સંસ્થા દ્વારા તમામ જ્ઞાતિઓ અને સામાજિક સંસ્થાઓ સાથે રાખી પ્રદૂષિત પાણીની અંતિમયાત્રા કાઢી હતી. જે નરસન ટેકરીથી લઈ ઈન્દ્રેશ્વર મંદિર સ્મશાનઘાટ ખાતે પૂર્ણ થઈ હતી અને આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
મુખ્યમંત્રીએ કાર્યવાહીની કરી કાર્યવાહી: Save Porbandar Sea સંસ્થાના પ્રમુખ નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકજાગૃતિ માટે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા હતા અને રાખડી પણ મોકલાવી હતી. આ ઉપરાંત અનેક રેલી અને કાર્યક્રમોનું આયોજન કરેલું છે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ 2 ઓક્ટોબર 2023 ના રોજ ખાતરી આપી હતી કે, જેતપુરના કેમિકલના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાની યોજનામાં કોઈપણ નિર્ણય લેતા પહેલા સંસ્થા અને અન્ય ખારવા આગેવાનોને મંજૂર હશે તો જ આ અંગે આગળનો નિર્ણય લેવાશે.
કેમિકલ ઉદ્યોગના પાણીથી સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન: સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, આ બાબતે કોઈ હજુ સ્પષ્ટતા થઈ નથી અને આ પ્રોજેક્ટ હજી પ્રગતિમાં છે. ત્યારે આ પ્રોજેક્ટ આવશે. તો અનેક દરિયાઇ જીવ સૃષ્ટિનું નુકસાન થશે. આગામી સમયમાં પણ પોરબંદરને મોટામાં પાયે નુકસાની વેઠવી પડશે. આથી આ વિરોધ ચાલુ રહેશે અને આગામી સમયમાં પોરબંદરના લોકો આ બાબતે આજે એક જૂથ થઇને મોટી સંખ્યામાં આ અંતિમયાત્રામાં જોડાઈ વિરોધ કર્યો હતો.
બાળકોએ અલગ અલગ વેશભૂષામાં વિરોધ વ્યક્ત: કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટના વિરોધમાં બાળકોએ પણ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી. જેમાં કેમિકલ વિરુદ્ધ પાણીનો દાનવ એ દરિયાદેવને કહેતો હોય કે, હું દરિયામાં આવીને જ રહીશ ત્યારે દરિયાદેવ મનાઈ કરતા હોય કે, હું આ પાણીમાં તને પ્રવેશ નહીં કરવા દઉં. આ ઉપરાંત ગાંધીજી બનેલા બાળકે પણ આ પાણી હું ક્યારેય પોરબંદરના દરિયામાં નહીં આવવા દઉં તેવા ઉચ્ચારણ કરીને વિરોધ કર્યો હતો. પોરબંદરની એક દીકરી ઝાંસીની રાણી બની હતી અને તલવાર ઉગામી જણાવ્યું હતું કે, પોરબંદરની દીકરી ક્યારેય આ પ્રદૂષિત પાણીને દરિયામાં પ્રવેશવા નહીં દઈએ.
ખારવા સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાયા: પોરબંદરના દરિયા કિનારામાં વ્યવસાય સાથે જોડાયેલા માછીમારો અને ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને અંતિમયાત્રામાં અનેક બેનરો સાથે ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામે 'પોરબંદરને પ્રદૂષિત થતા બચાવો' તેવા સ્લોગનો પણ ઉચ્ચાર્યા હતા.
આ પણ વાંચો: