ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરનારની લીલી પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટના.... જાણો શું? - JUNAGADH GIRNAR LEELI PARIKRAMA

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત પરપ્રાંતિય દ્વારા દારૂ ઝડપાવવાનો કિસ્સો સામે આવ્યો છે.

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 10:45 PM IST

જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત દારૂ ઝડપાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિક્રમા દરમિયાન સમગ્ર માર્ગ પર ચેકિંગ પર રહેલી જુનાગઢ જિલ્લા પોલીસની વિવિધ ટીમોના સર્ચ ઓપરેશન દરમિયાન જીણાબાવાની મઢી નજીકથી જગદીશ નંદાણીયા અને રાજેશ પંડિત નામના બે ઈસમો પાસેથી 21,300 કરતાં પણ વધુનો દારૂ ઝડપી પાડીને પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો ગુનો રજીસ્ટર થયો છે.

પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમવાર દારૂ પકડાયો:ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. પરિક્રમાના ઇતિહાસમાં આ વખતે પ્રથમ વખત બુટલેગરો દ્વારા પરિક્રમાને પ્રદૂષિત કરવાનો એક કારસો જુનાગઢ જિલ્લા પોલીસની ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. સમગ્ર પરિક્રમા રૂટ રહેલી પોલીસની તપાસ બાદ શંકાસ્પદ જણાતા જગદીશ નંદાણીયા અને રાજેશ પંડિત પાસે રહેલી બેગની તપાસ કરતા તેમાંથી દારૂની કાચની અને પ્લાસ્ટિકની બોટલો મળીને કુલ 21,300 કરતાં પણ વધુનો દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પરિક્રમાના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હોય તેવી પણ આ કદાચ પ્રથમ ઘટના હશે.

ગિરનાર લીલી પરિક્રમા (Etv Bharat Gujarat)

ક્રાઈમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા અપાઈ વિગતો:ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ જે જે પટેલ દ્વારા દારૂ પકડાવાને લઈને વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે જગદીશ નંદાણીયા અને રાજેશ પંડિત શંકાસ્પદ હાલતમાં પરિક્રમાના માર્ગ પર જોવા મળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમનું સર્ચ કરાતા તેમની પાસે રહેલી બેગમાંથી કાચની અને પ્લાસ્ટિકની બોટલમાં પર પ્રાતીય દારૂ મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલામાં પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આટલા મોટા પ્રમાણમાં પરિક્રમાના રુટ પર દારૂ લઈને આવવા પાછળનો આ બંને ઈસમોનો ઇરાદો પરિક્રમામાં નશો કરતા લોકોને દારૂ વહેંચવાનો હોઈ શકે છે. આ સિવાય તેવો આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોના સપ્લાયર હતા. તેને લઈને પણ પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી શકે છે. પરંતુ હાલ પોલીસે આ બંને આરોપીની પરપ્રાંતિય દારૂ સાથે જીણાબાવાની મઢી નજીકથી અટકાયત કરીને ધોરણેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. ગિરનાર લીલી પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઘટાડો, નાના ધંધાર્થીઓમાં ચિંતાનો માહોલ
  2. ગિરનાર લીલી પરિક્રમાનો આદિ અનાદિકાળનો ઇતિહાસ, સૌ પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી આ પરિક્રમા

ABOUT THE AUTHOR

...view details