ETV Bharat / state

હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ સાથે રાખજો, રાજ્યમાં વરસાદની આગાહી... - GUJARAT WEATHER UPDATE

વાતાવરણમાં અચાનક પલટો આવતા હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ પહેરવો પડશે તેવી માહિતી IMD દ્વારા આપવામાં આવી છે. 26, 27, 28 ડિસેમ્બરે વરસાદની આગાહી છે.

હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ સાથે રાખજો
હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ સાથે રાખજો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

હૈદરાબાદ: રાજ્યમાં શિયાળાની ઋતુ જામી ગઈ છે અને સમગ્ર રાજ્યના લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન નીચું જતાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું પરિણામે લોકો સ્વેટર પહેરતા થઈ ગયા હતા. રાજ્યમાં વચ્ચે કચ્છ અને સૌરાષ્ટમાં શીત લહેરની પણ સ્થિતિ હતી. પરતું વાતાવરણમાં અચાનક પલટો આવતા હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ પહેરવો પડશે તેવી માહિતી IMD દ્વારા આપવામાં આવી છે.

વરસાદની સંભાવના: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આવનાર ત્રણ દિવસ વરસાદ થવાની સંભાવના છે. જેમાં તારીખ 26, 27, 28 ડિસેમ્બરે વરસાદની આગાહી છે. જોકે શીત લહેરની હાલ કોઈ સંભાવના નથી.

26 ડિસેમ્બરના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

26 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના
26 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના (Etv Bharat Gujarat)

27 ડિસેમ્બરના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

27 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના
27 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના (Etv Bharat Gujarat)

28 ડિસેમ્બરના રોજ વરસાદનું જોડ ઘટશે અને રાજ્યના કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

28 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના
28 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના (Etv Bharat Gujarat)

ખેડૂતો ભારે ચિંતામાં: અહીં મહત્વની બાબત એ છે કે, શિયાળો શરૂ થતાં ખઈદુતઓએ શિયાળુ પાક લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો પાક અંગે ચિતીત થયા છે. જો આ સમયે વરસાદ વરસશે તો ખેડૂતોએ વાવેતર કરેલા શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. શિયાળામાં સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખજો તૈયાર, કમોસમી વરસાદ પડવાની શક્યતા
  2. શિયાળામાં કેમ વધી જાય છે ખરાબ કોલેસ્ટ્રોલ ? નિષ્ણાતો પાસેથી જાણો શા માટે LDLનું વધવું છે ખતરનાક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.