જૂનાગઢ:જિલ્લાના કેશોદ શહેરમાં દિવસના અજવાળે આંબાવાડી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નિમેશ કાનાબારની ફરિયાદ અનુસાર, આ ચોરીમાં અંદાજિત 15 થી 20 લાખની રોકડ અને 10 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. પરિણામે પોલીસે ચોરી કરનાર તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે.
કેશોદમાં દિવસના અજવાળે ઘરફોડ ચોરી: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં દિવસના અજવાળે ઘરફોડ ચોરીનો બનાવ બનવા બન્યો હતો. આંબાવાડી વિસ્તારમાં રહેતા કાનાબાર પરિવારનું ઘર બપોરના 12:15 વાગ્યાથી લઈને 02:00 વાગ્યા સુધી બંધ હતું. આ સમય દરમિયાન કેટલાક તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. મકાન માલિક નિમેશ કાનાબારની ફરિયાદને આધારે પોલીસે 15 થી 20 લાખ રોકડ અને 10 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધીને ચોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચોરીની ઘટના બાદ પોલીસે આસપાસના વિસ્તાર અને જે જગ્યા પર ચોરી થઈ છે તેનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે.
ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસની તપાસ શરૂ (Etv Bharat Gujarat) ટેકનિકલ સોર્સ દ્વારા પોલીસે શરૂ કરી તપાસ: વાસ્તવમાં ઘટના એમ બની કે, બપોરના 12:15 થી 2:00 કલાક દરમિયાન નિમેશ કાનાબાર અને તેના પરિવારના સભ્યો કેશોદના સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત શાકોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. કાર્યક્રમ પૂરો કરીને ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.
15 થી 20 લાખ રોકડ અને 10 તોલા સોનું લઈને તસ્કરો રફુચક્કર (Etv Bharat Gujarat) કેશોદ પોલીસે સમગ્ર મામલામાં ટેકનીકલ સોર્સ સીસીટીવી સહિત અન્ય માહિતીઓ દ્વારા સમગ્ર ચોરીની ઘટનાને ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે. દિવસ દરમિયાન આટલી મોટી ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસે તપાસ શરૂ છે. હાલ કેશોદ પોલીસ પાસે ચોરીની ઘટના બાદ કેટલાક પ્રાથમિક અનુમાનો અને તારણો છે તેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.
કેશોદમાં ધોળે દિવસે ઘરફોડ ચોરીનો બનાવ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- સાવરકુંડલામાં નગરપાલિકાના કર્મચારીએ ATM તોડ્યું, હાથ લાગ્યા 400 રૂપિયા, પોલીસે કરી ધરપકડ
- અમદાવાદ: પાર્સલ બ્લાસ્ટના 3 આરોપી ઝડપાયા, આરોપીના ઘરેથી મળી વિસ્ફોટક સામગ્રી