ગુજરાત

gujarat

ETV Bharat / state

આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા, જૂનાગઢ પોલીસે 3300 બોટલ્સ સાથે અટક કરી - Junagadh Crime News

જૂનાગઢ પોલીસે યુવાનોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 આરોપીઓને ઝડપી લીધા છે. મુકેશ બજાજ અને આદિલ મુલ્લાં નામક આરોપીઓ પાસેથી 3300 જેટલી નકલી આયુર્વેદિક સીરપની બોટલ્સ મળી આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Junagadh Crime News

જૂનાગઢ પોલીસે 3300 બોટલ્સ સાથે અટક કરી
જૂનાગઢ પોલીસે 3300 બોટલ્સ સાથે અટક કરી

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 10:42 PM IST

જૂનાગઢ પોલીસે 3300 બોટલ્સ સાથે અટક કરી

જૂનાગઢઃ નકલી આયુર્વેદિક સીરપ નશાનું નવું સાધન બની રહી છે. અવારનવાર આવી નકલી સીરપ વેચતા ગુનેગારોને પોલીસ જબ્બે કરી રહી છે. આ શ્રેણીમાં જૂનાગઢ પોલીસે 3300 નકલી આયુર્વેદિક સીરપની બોટલ્સ સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. મુકેશ બજાજ અને આદિલ મુલ્લાં નામક આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

જૂનાગઢ પોલીસે 3300 બોટલ્સ સાથે અટક કરી

સમગ્ર ઘટનાક્રમઃ ગઈકાલે બી ડિવિઝન પોલીસે 3,300 જેટલી શંકાસ્પદ આયુર્વેદિક સીરપની બોટલો ઝડપી પાડી હતી. જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી. આજે આવેલા રિપોર્ટ અનુસાર આયુર્વેદિક સીરપ માંથી ઈથાઈલ આઈસોપ્રોપાઈલ અને ઈથાઈલ આલ્કોહોલ નામના રસાયણ મળી આવ્યા હતા. આ બંને રસાયણોનો ઉપયોગ કેમિકલ અને સેનેટાઈઝર બનાવવા માટે થાય છે. પોલીસ પકડમાં રહેલા આદિલ મુલ્લા અને મુકેશ બજાજ આયુર્વેદિક સીરપના નામે ખૂબ જ હાનિકારક કેમિકલ વેચીને લોકોના આરોગ્ય સાથે ઈરાદાપૂર્વક ચેડા કરતાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં આયુર્વેદિક સીરપની સપ્લાય કરનાર ભગીરથસિંહ જાડેજા હાલ ફરાર જોવા મળે છે. તેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઠંડા પીણાની દુકાનમાં ગેરકાયદેસર વેપલોઃ જૂનાગઢ પોલીસે યુવાનોના આરોગ્ય સાથે ચેડા કરતાં મુકેશ બજાજ અને આદિલ મૂલ્લા નામના 20 આરોપીઓને આયુર્વેદિક સીરપના નામે કેમિકલ યુક્ત પ્રવાહી વેચતા ઝડપી લીધા છે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક દ્વારા જૂનાગઢ શહેરની શિવ પાન નામની ઠંડા પીણાંની દુકાનમાંથી કેટલીક શંકાસ્પદ આયુર્વેદિક સીરપની બોટલો ઝડપી લેવામાં આવી હતી. જ્યારે એફએસએલના રિપોર્ટમાં હાનિકારક કેમિકલની માહિતી મળતા આજે બંને આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે બી ડિવિઝન પોલીસે 3,300 જેટલી શંકાસ્પદ આયુર્વેદિક સીરપની બોટલો ઝડપી પાડી હતી. જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી. આજે આવેલા રિપોર્ટમાં આયુર્વેદિક સીરપમાંથી હાનિકારક રસાયણ હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે આજે 2 આરોપીઓની અટકાયત કરી છે અને 1 ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે...હિતેશ ધાંધલીયા(વિભાગીય પોલીસ અધિક્ષક, જૂનાગઢ)

  1. બિલોદરા સીરપકાંડના આરોપી યોગેશ સિંધીએ સીરપ માટે 15 હજાર લિટર કેમિકલ મંગાવ્યું હોવાનો ખુલાસો
  2. ખેડામાં સીરપકાંડમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો, ત્રણ આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details