ગુજરાત

gujarat

ETV Bharat / state

10 વર્ષથી બંધ કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી થશે શરૂ, શેરડીનો પાક ઉગાડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ - JUNAGADH SUGAR MILL

જૂનાગઢના કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડિયન પોટાશ લિમિટેડને હસ્તાંતરણ કરવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં ખાંડ મીલ ફરી શરૂ થાય તેવી શક્યતા છે.

10 વર્ષથી બંધ કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી થશે શરૂ
10 વર્ષથી બંધ કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી થશે શરૂ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 8:49 PM IST

જૂનાગઢ: છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ખાસ સાધારણ સભા યોજવામાં આવહી હતી. જે દરમિયાન ઇન્ડીયન પોટાશ લી. ન્યુ દિલ્હીને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડિયન પોટાશ લિમિટેડને હસ્તાંતરણ:ગીરના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી 14000 ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડીયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે 30 વર્ષના ભાડા કરારથી પુનઃ ચાલુ કરવા બાબતે આજે ખાસ સાધારણ સભા યોજાઇ હતી. ખાંડ ઉધોગના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયાની અધ્યક્ષતામાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગને આઈ.પી.એલ કંપનીને લીઝ પર આપીને ફરી ધમધમતો કરવા સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે.

10 વર્ષથી બંધ કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી થશે શરૂ (Etv Bharat Gujarat)

દસ વર્ષથી બંધ પડેલી કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ:સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા એકાદ બે દાયકામાં બંધ થય ચુક્યા છે. તો ગીર વિસ્તારના તાલાલા, ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમયથી બંધ થઇ મૃતપાય બનતા ગીરના ખેડૂતોની કમ્મર તૂટી છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે. તેને લઈ ખેડૂતો અને સભાસદોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ: તમને જણાવી દઈએ કે, આ પંથકમાં સૌથી વધું શેરડીનું ઉત્પાદન થાય છે. એક સમય હતો કે જ્યારે ગીરમાં ત્રણ શુગર મિલો ધમધમતી હતી, પરંતુ સમય જતાં ત્રણેય શુગર મિલો બંધ થઈ અને છેલ્લી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા દસ વર્ષથી બંધ હતી. આમ, પરિણામે આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન તો કરતા હતા, પરંતુ ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ન હતા. પરંતુ હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડીયન પોટાશ લિ.,ના સહયોગથી શરૂ થવા જઈ રહી છે, આ સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ફરી વાળ્યો છે.

હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો:આમ, હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે તેને લઇ માત્ર કોડીનાર તાલુકાને જ નહીં પણ આસપાસના સુત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે. ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળશે, ગીરના ખેડૂતો સાથે વેપારીઓને પણ ફાયદો થશે. ખાંડ ઉધોગ બંધ થવાથી આ વિસ્તારનું આર્થિક ચક્ર જાણે થંભી ગયું હતું જે આજે સાધારણ સભામાં ખાંડ ઉધોગને શરૂ કરવાની સર્વાનુમતે મંજૂરી મળતાની સાથે જ ગીર પંથકના ખેડૂતો સહીત તમામ લોકોમાં ખુશી ફેલાઈ છે.

આ પણ વાંચો:

  1. ધો.10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ, જાણો આ વખતે કેટલી પરીક્ષા ફી ચૂકવવી પડશે?
  2. રાજ્ય સરકારનો ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ, અતિવૃષ્ટીને લઈને 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યુ જાહેર

ABOUT THE AUTHOR

...view details