ગુજરાત

gujarat

ETV Bharat / state

Caste Based Discrimination: JP Morganના વીપીને ગાંધીનગરમાં ફલેટ ખરીદીમાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો - Gift City

JP Morgan Chase & Co ના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુધ કેજરીવાલને ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ફલેટ ખરીદીમાં કડવો અનુભવ થયો છે. તેમણે આ કડવો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેમણે ગાંધીનગરની એક સોસાયટીમાં ફલેટ ખરીદવા માટે જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.

JP Morganના વીપીને ગાંધીનગરમાં ફલેટ ખરીદીમાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો
JP Morganના વીપીને ગાંધીનગરમાં ફલેટ ખરીદીમાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 3:50 PM IST

ગાંધીનગરઃ સોશિયલ મીડિયામાં JP Morgan Chase & Co ના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુધ કેજરીવાલે કરેલ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે ગાંધીનગરની ગિફ્ટ સિટી વિસ્તારની એક સોસાયટીમાં ફ્લેટ ખરીદીમાં જાતિગત ભેદભાવનો કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું છે. એક ખાસ સમાજના લગભગ 30 લોકોએ ભેગા થઈને વીપીને ધમકાવ્યા અને ફ્લેટ ન ખરીદવા ચેતવણી આપી હતી.

વીપીએ દુઃસ્વપ્ન ગણાવ્યુંઃ અનિરુદ્ધ કેજરીવાલે જણાવ્યું કે, યોગ્ય એડવાન્સ ચૂકવી દીધા પછી, સોદાને અંતિમ સ્વરૂપ આપવાનું હતું ત્યારે સોસાયટીમાંથી એનઓસી આપવામાં આવી ન હતી. મને સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટે જાહેરમાં 'અન્ય' જાતિના લોકોને પ્રવેશ નથી આપતા તેમ જણાવ્યું ત્યારે આ ભેદભાવથી મને આઘાત લાગ્યો હતો. ગયા અઠવાડિયે જ્યારે સોસાયટીના સભ્યો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો તે સાંજથી છેલ્લા 4 દિવસ મારા માટે દુઃસ્વપ્ન સમાન છે. હવે નવા ઘરનું મારું સપનું અને લાખો રુપિયાનું એડવાન્સ પણ માલિક પાસે છે.

અનેક યૂઝર્સે વીપીની ફેવર કરતી કોમેન્ટ કરીઃ JP Morgan Chase & Coના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુધ કેજરીવાલે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ પર અનેક યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં યૂઝર્સ વીપીની ફેવર પણ કરી રહ્યા છે. જેમાં એક યૂઝરે લખ્યું છે કે, મને આશ્ચર્ય નથી થયું, આધુનિકતાના તમામ દાવાઓ છતાં અહીં ઘણા લોકોની વિચારસરણી ખૂબ જ પાછળ છે. બીજા એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, રીયલ એસ્ટેટ માર્કેટમાં જાતિ આધારિત ભેદભાવનું પ્રમાણ વધુ જોવા મળે છે. વીપી કેજરીવાલે પોતાની પોસ્ટ સીએમઓ, ગૃહ મંત્રાલય, દિગ્ગજ નેતાઓ અને મીડિયાને ટેગ કરી છે.

  1. Rajkot Crime News: સુરતના વેપારી પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ, કુલ 92 લાખની છેતરપીંડી
  2. Surat Crime News: વિદેશ રહેતી વ્યક્તિએ ખોટા સાટાખત કરી 32 ફ્લેટ સગેવગે કરી નાખ્યા, બિલ્ડર સાથે કરોડોની છેતરપીંડી

ABOUT THE AUTHOR

...view details