અમદાવાદઃજો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે તમારું 2024 તો સુધરી જ ગયું પણ 2025ની શરુઆતમાં જ આપને મોટો ધનલાભ પણ થવાનો છે. આ કોઈ જ્યોતિષિ ગણના કે રાશીફળ નથી જણાવી રહ્યા પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં જે અનુસાર આ લાભ ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાનો છે. હા અને ના માત્ર ગુજરાત સરકારના કર્મચારીઓ પણ પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. તો આવો જાણીએ આ જાહેરાત અંગે વિસ્તારથી.
ગુજરાત સરકારના કર્મચારીઓને આનંદોઃ મોંઘવારી ભથ્થુ 3 ટકા વધ્યું, એરિયર્સ પણ મળશે એક ઝટકે
આ વધારા સાથે પગાર પર કુલ મોંઘવારી ભથ્થું 53 ટકા થયું....
Published : 17 hours ago
કોને કોને મળશે લાભઃ રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ... મૂળ વાત કે સરકારના સાતમા પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારીઓ મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે.
કેવો મળશે લાભઃ આ જાહેરાત અંતર્ગત મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ-પેન્શનર્સને પગાર પર કુલ 50 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું. જેમાં વધે ત્રણ ટકા વધારો મળતા તે 53 ટકા થશે. એટલું જ નહીં પણ આ વધારો જુલાઈ 2024થી લાગુ પડતો હોઈ, હવે જુલાઈથી નવેમ્બર 24 સુધીનું ભથ્થું જે એરિયર્સ તરીકે એક સાથે જાન્યુઆરી 2025માં ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચુકવવામાં આવશે.