જામનગર: શહેરમાં ખોડીયાર કોલોની વિસ્તાર પાસેથી જામનગર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે 2 મહિલાઓને દોઢ કિલો ગાંજો સાથે ઝડપી પાડી છે. બંને મહિલાઓ પાલનપુરની રહેવાસી છે અને અહીં બાવરીવાસમાં અન્ય મહિલાને ગાંજો આપવા માટે આવી હતી.
મહિલાઓ પાસે ગાંજો મળ્યો: જામનગર SOGની ટુકડી પેટ્રોલિંગ પર હતી. ત્યારે મળેલી બાતમીના આધારે ખોડીયાર કોલોનીમાં 2 મહિલાઓને આંતરીને તેની પાસે રહેલા કપડાનો થેલો તપાસ કરતા માદક પદાર્થ મળી આવ્યો હતો. જેમાં એક મૂળ પાલનપુરની રહેવાસી મહિલા અને અન્ય એક જામનગરના બાવરીવાસમાં રહેતી મહિલા હતી. બંનેની અટકાયત કરી તેની પાસેથી વેચાણ માટે લવાયેલો 1 કિલો 600 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
જામનગર SOG એ દોઢ કિલો ગાંજા સાથે 2 મહિલાની અટકાયત કરી (Etv Bharat Gujarat) 26 હજારનો મુદામાલ જપ્ત: 2 મહિલાઓ પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ અને થેલો મળી કુલ 26 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો, પુછપરછ દરમ્યાન બનાવસકાંઠા જીલ્લાના પાલનપુરના દિલીપ અરજણ કોળીનું નામ ખુલ્યુ હતું. જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણેયની સામે SOGના PSIએ પોતે ફરીયાદી બનીને સીટી-સી ડીવીઝનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- જામનગરમાં બે જુદી-જુદી જગ્યાએ બુલડોઝર ફરી વળ્યું, 51 દુકાનો અને ધાર્મિક સ્થળના દબાણ દૂર કરાયા
- ચૂંટણી પહેલા જામનગર ભાજપના 7 સભ્યો "સસ્પેન્ડ", સ્થાનિક રાજકારણમાં હડકંપ...