પાટણ:ગુજરાતના પાટણમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાટણ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં 150 કિલો જાબુ અને 400 કિલો મગ સાથે 22 કિલો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. રથયાત્રામાં મેજિક શો, વિવિધ ટેબ્લોક્સ, વેશભૂષા, યોગ નિદર્શન અને પર્યાવરણ જાગૃતિના સંદેશાઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.વિવિધ ભજન મંડળો દ્વારા રથયાત્રામાં ભક્તિમય વાતાવરણ બની રહ્યું હતું.ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.
ઉત્તર ગુજરાતની સૌથી મોટી જગન્નાથની યાત્રા પાટણમાં, ફિલ્મ સ્ટાર અને કેબિનેટ મંત્રી પણ જોડાયા આ રથયાત્રામાં - Jagannath Rath Yatra 2024
પાટણ શહેરમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે ભાવિ ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો. પરંપરાગત આ રથયાત્રાની શરૂઆત કરાવ્મા આવી હતી. આ રથયાત્રામાં ફિલ્મ સ્ટાર અને કેબિનેટ મંત્રી પણ જોડાયા હતા. જુઓ પાટણની આ રથયાત્રા...
Published : Jul 7, 2024, 6:32 PM IST
ફિલ્મ સ્ટાર અને કેબિનેટ મંત્રી પણ આ રથયાત્રામાં: પાટણની આ ભવ્ય રથયાત્રામાં સુરક્ષા માટે ડીએસપી, ડીવાયએસપી, પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પાટણ શહેરની મુલાકાત લીધી હતી. પાટણ મંદિરે આજે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ રથયાત્રામાં નાયક દેવી ફિલ્મના હિરોઈન સુનીલ આશા અને ગુજરાતના કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ રથને પાટણ શહેરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. પાટણ શહેરના મહંત, નગરપાલિકા પ્રમુખ, જિલ્લાના આગેવાનોએ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.