દમણમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું (etv bharat gujarat) દમણ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે દમણમાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દમણમાં ઉત્સવના રૂપે આ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ સહિત સરકારી અધિકારીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને યોગના વિવિધ આસનો કર્યા હતાં.
યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ દમણમાં દરિયા કિનારે સી-ફ્રન્ટ રોડ પર યોજાયો (etv bharat gujarat) સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દમણમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'યોગા ફોર હેલ્થ એન્ડ 7 હેલ્થ બેનિફિટ' થીમ પર આયોજિત આ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 5 હજારથી વધુ લોકો જોડાયા હતાં. જે તમામે દમણમાં દરિયા કિનારે જામપોર સી-ફ્રન્ટ રોડથી મોટી દમણ લાઈટ હાઉસ સુધીના મુખ્ય માર્ગ પર વિવિધ યોગાસનો કર્યા હતાં. પ્રશાસક પ્રફુલ પટેલ અને અન્ય અધિકારીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
'યોગ ફોર હેલ્થ એન્ડ સેવન હેલ્થ બેનિફિટ' થીમ પર યોગ કાર્યક્રમનું આયોજન (etv bharat gujarat) યોગ ફોર હેલ્થ એન્ડ સેવન હેલ્થ બેનિફિટ' થીમ: વિશ્વ યોગ દિવસના કાર્યક્રમ અંગે દમણ આરોગ્ય વિભાગના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર મેઘલ શાહે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યમાં યોગના સાત ફાયદા છે. 'યોગ ફોર હેલ્થ એન્ડ સેવન હેલ્થ બેનિફિટ' થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે, શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે, બ્લડપ્રેશર, તણાવ, ડાયાબિટીસમાં યોગ અનેક ગણા ફાયદા કરાવે છે, યોગ કરવા વહેલી સવારે ઉપસ્થિત રહેલા લોકોએ જણાવ્યું હતું કે, ખૂબ જ સારું આયોજન હતું.
'યોગ ફોર હેલ્થ એન્ડ સેવન હેલ્થ બેનિફિટ' થીમ પર યોગ કાર્યક્રમનું આયોજન (etv bharat gujarat) દમણના દરિયા કિનારે લોકોએ યોગ કર્યા:એક દિવસ પહેલા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય માટે યોગનું ખૂબ જ મહત્વ છે. બાળપણથી જ દરેક નાના અને મોટા લોકોએ યોગ કરવા જોઈએ. અહીં કરેલું આયોજન અદભુત હતું. કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વખત યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો વચ્ચે આવીને યોગ કર્યા છે. જેનાથી ખૂબ જ સારું લાગ્યું છે. શરીર અને મનમાં તાજગીનો અનુભવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દમણ દરિયા કિનારે વહેલી સવારમાં મુખ્ય માર્ગ પર યોગ માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જો કે, આ વખતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં દમણના અપક્ષ સાંસદ, ભાજપના મહત્વના નેતાઓ, દમણના મહત્વના ઉદ્યોગપતિઓ ગેરહાજર રહ્યા હતા. આ યોગ કાર્યક્રમ સરકારી અધિકારીઓ અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત હોય તેવી પ્રતીતિ થઈ હતી.
- વિશ્વ યોગ દિવસ, મળો જુનાગઢના રબર બોયને જેણે યોગમાં હાંસલ કરી છે મહારત - World Yoga Day 2024