ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢ અને સોમનાથમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી, શહીદોને યાદ કરીને અપાઈ શ્રદ્ધાંજલિ - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં ઠેરઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ રહી છે. - Independence Day 2024

જુનાગઢ અને સોમનાથમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી
જુનાગઢ અને સોમનાથમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 9:56 PM IST

શહીદોને યાદ કરીને અપાઈ શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

જુનાગઢ/ગીર સોમનાથ:આજે સમગ્ર રાષ્ટ્રમાં 78 માં સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ રાઘવજીભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો આ તકે સ્વાતંત્ર સેનામાં જોડાયેલા શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જુનાગઢ અને સોમનાથમાં ધ્વજવંદન (Etv Bharat Gujarat)

જુનાગઢ અને સોમનાથ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

આજે સમગ્ર રાષ્ટ્રમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જુનાગઢના પીટીસી ગ્રાઉન્ડ ખાતે પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલ અને સોમનાથના ખારવા ક્રિકેટ મેદાન પર મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી દેશની આઝાદીની લડાઈમાં સામેલ સ્વાતંત્ર વીરોની શહીદીને યાદ કરીને ભાનુબેન અને રાઘવજીભાઈએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જિલ્લા કક્ષાની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સામેલ થયા હતા.

જુનાગઢ અને સોમનાથમાં ધ્વજવંદન (Etv Bharat Gujarat)
જુનાગઢ અને સોમનાથમાં ધ્વજવંદન (Etv Bharat Gujarat)
જુનાગઢ અને સોમનાથમાં ધ્વજવંદન (Etv Bharat Gujarat)
જુનાગઢ અને સોમનાથમાં ધ્વજવંદન (Etv Bharat Gujarat)

જુનાગઢ અને સોમનાથને 25 લાખની સહાય

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિકાસના કામોને લઈને આજે સ્વાતંત્ર દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરોને 25 લાખ રૂપિયાની વધારાની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હતી તેને આજે કલેકટરો હસ્તક મૂકવામાં આવી છે સોમનાથ ખાતે પદ્મશ્રી હીરબાઈ બેનને પણ ભાનુબેન બાબરીયાએ ખાસ સન્માનિત કર્યા હતા તો બીજી તરફ જૂનાગઢ ખાતે રાઘવજીભાઈ પટેલે પણ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરીને ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા પર રાજ્યની સરકારી યુધ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે અને આગામી વર્ષોમાં ઘેડને સમસ્યા માંથી મુક્ત કરવાની દિશામાં સરકાર કામ કરશે તેવો ભરોસો જાહેર મંચ પરથી અપાવ્યો હતો.

  1. આજથી પારસીઓના નવા વર્ષનો પ્રારંભઃ જાણો તેમના ઈતિહાસ અંગે - Parsi New Year 2024
  2. મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યુંઃ કહ્યું 'યુવાનો રાષ્ટ્રની ઉર્જા છે' - Independence day 2024

ABOUT THE AUTHOR

...view details