દાહોદઃદાહોદમાં બાળકી સાથે બનેલી હત્યા કેસમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ આજરોજ મહત્વનું નિવેદન આપ્યું હતું. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈને રાજનીતિ નથી રમવી, દીકરીને જલદીથી ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
"ઘટના રાજરમત રમવા માટે નથી, કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલવાનો છે"- દાહોદ બાળકીના મર્ડર મામલામાં શિક્ષણમંત્રીએ કહ્યું
દાહોદમાં બાળકીની હત્યાના મામલાને લઈને શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું હતું. તે અંગે આવો વિસ્તારમાં જાણીએ - Dahod girl Murder Praful Pansheriya
Published : Oct 5, 2024, 7:04 PM IST
ભૂ દાહોદ બાળકીની હત્યા કેસમાં રેકોર્ડ બ્રેક 12 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ અગાઉ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને સંલગ્ન જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તે અંગેની ચાર્જશીટ ફાઇલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે. કુલ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે.
ત્યારે આ બાબતે વિપક્ષ દ્વારા પણ સરકારને ઘેરી હતી અને સરકારી તંત્રને ત્વરિત કામગીરી કરવા માટે સતત કાન આમળવાના ચાલુ રાખ્યા હતા. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આજરોજ સુરતના કામરેજ ખાતેથી નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ગણતરીના દિવસોમાં પોલીસે ચાર્જશિટ દાખલ કરી છે. 1700 પાનાની ચાર્જ શીટ દાખલ કરવામાં આવી છે, ઘટનાને લઈને આજે પણ મને એટલું જ દુઃખ છે, અમારી સંવેદના એ દીકરી સાથે છે, આ ઘટનામાં રાજનીતિ ન હોય, જેટલા પણ આવા કૃત્ય થયા છે એમાં નરધમોને સજા આપવામાં આવી છે. આ રાજરમત રમવા માટે નથી, આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલવાનો છે. દીકરીને ન્યાય મળશે, આમાં અમારે રાજનીતિ નથી રમવી.