ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરવા મામલે યુવક પર કાર્યવાહી - Incident of rape of minor girl - INCIDENT OF RAPE OF MINOR GIRL

સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના આરોપમાં એક યુવકને કોસંબા પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.Incident of rape of minor girl

લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરવાનો યુવક પર આરોપ
લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરવાનો યુવક પર આરોપ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 3:39 PM IST

સુરત: દેશભરમાં બળાત્કાર અને યૌન શોષણના મામલાઓ અવારનવાર સામે આવતા રહે છે. નરાધમો નાની બાળકીથી માંડીને મોટી ઉંમરની સ્ત્રીઓને પણ છોડતા નથી. ત્યારે એક આવી જ ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના આરોપમાં એક યુવકને કોસંબા પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

સગીરા પર દુષ્કર્મનો આરોપ: સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૂળ ઉમરપાડા તાલુકાના ગોલવણ ગામના ડુંગળીપાડા ફળિયામાં રહેતા 25 વર્ષીય પૌવલુસ નિરંજન વસાવા કામ અર્થે કરંજ ટોલનાકા પાસેના કોઈ એક વિસ્તારમાં રહેતો હતો.

લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરવાનો યુવક પર આરોપ (Etv Bharat gujarat)

આ યુવકે સુરતના એક ગ્રામ્ય વિસ્તારની એક સગીરા સાથે મૈત્રી સંબંધ થાય છે અને બાદમાં તેણીને લગ્નની વાત કરી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ મામલામાં યુવક સામે સગીર વયની છોકરીને 2 વર્ષ દરમિયાન લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર 6 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે.

લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કરવાનો યુવક પર આરોપ (Etv Bharat gujarat)

સગીરાના પરિવારને ધમકી આપી: આ સંબંધો દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણે સોનોગ્રાફી કરાવતા 22 અઠવાડિયા 6 દિવસનો ગર્ભ હોવાનું જણાતા તેણે આ અંગે આરોપી પૌવલુસ વસાવાને જાણ કરી હતી ત્યારે તેણે સગીરાના પરિવારને ઉશ્કેરાઈ જઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હોવાનો પણ આરોપ છે.

આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ: જે અંગે સગીરાના માતા-પિતાએ આરોપી પૌવલુસ વસાવા વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની ઉપર દુષ્કર્મ કરી તેને સગર્ભા બનાવવા બદલ પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ગુનાની ગંભીરતાનો ધ્યાને લઇને કોસંબા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:

  1. દુષ્કર્મ બાદ જન્મેલા બાળકનો DNA આરોપી સાથે મેચ થયો, છતાં આરોપી નિર્દોષ છૂટ્યો - Dhoraji rape case
  2. સગીરા પર દુષ્કર્મ કેસમાં ઉપલેટાના આરોપીને સખત સજા, પીડિતાના વળતર ચૂકવવા કોર્ટનો હુકમ - Dhoraji rape case

ABOUT THE AUTHOR

...view details