બનાસકાંઠા: જિલ્લામાં મેઘ મહેર મેઘ કહેર બની છે. આવામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના નવાપુરા ગામે વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી શ્રમિક પરિવારની બે કિશોરીઓના મોત નિપજતા હતા. પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આકાશી વીજળી પડવાની આ ઘટનામાં બે સગી બહેનોના મોત થયા છે. એક જ પરિવારની બે દીકરી (એક 15 વર્ષીય અને 8 વર્ષીય) મોતને ભેટતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે.
મેઘ મહેર નહિ પણ મેઘ કહેર, વીજળી પડવાથી પલકારામાં જ 2 બહેનોના ગયા જીવ... - 2 girls died due to lightning
સુઈગામ તાલુકાના નવાપુરા ગામે વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી શ્રમિક પરિવારની બે કિશોરીઓના મોત નિપજતા હતા. પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આકાશી વીજળી પડવાની આ ઘટનામાં બે સગી બહેનોના મોત થયા છે. 2 girls died due to lightning
Published : Jul 25, 2024, 2:33 PM IST
બંને બહનોના દુ:ખદ મોત: 23 જૂનના દિવસે સમી સાંજે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણ બદલાયું હતું અને અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે રોજિંદા સમયના જેમ આ બંને કિશોરીઓ ખેતરમાં હતી. તે દરમિયાન આકાશી વિજળી પડતા તેઓના દુઃખદ મોત થયા હતા.
લોકોના ટોળેટોળા રેફરલ હોસ્પિટલે પહોંચ્યા: આ ઘટના બાદ ગ્રામજનો અને પરિજનો દ્વારા બંને કિશોરીના મૃતદેહને સુઈગામ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમઅર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.