ETV Bharat / state

ભચાઉના SRP ગ્રુપના DySPએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યાનો આરોપ, કારમાંથી મળી દારૂની બોટલો

હળવદ પોલીસમાં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણે આરોપી સુરેશ સોમજીભાઇ બામનીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

SRPના DySPની તસવીર
SRPના DySPની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 7:29 PM IST

મોરબી: રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે હવે ખુદ પોલીસકર્મી પર દારૂના નશામાં કાર હંકારીને અકસ્માત સર્જવાનો આરોપ લાગ્યો છે. હળવદના રણજીતગઢ ગામના પાટિયા નજીક કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. આરોપ છે કે સ્થળ પરથી કારચાલક નશાની હાલતમાં મળી આવ્યો હતો અને કારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ કારચાલક કચ્છ એસ.આર.પી. ના DySP હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ગાડીનું અકસ્માત થતા પોલીસ સ્થળ પર પહોચી હતી
હળવદ પોલીસમાં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણે આરોપી સુરેશ સોમજીભાઇ બામનીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 4 નવેમ્બરના રોજ રાત્રે દોઢ વાગ્યે રણજીતગઢ ગામના પાટિયા નજીક કારનો અકસ્માત થયો છે તેવી માહિતી મળતા તુરંત ટીમ રવાના થઇ હતી. જ્યાં સ્થળ પરથી કાર રોડ વચ્ચે પડી હતી. જે ગાડીના બોનેટના ભાગે ઘોબો પડેલ હતો અને બોનેટ ઊંચું થઇ ગયું હતું. કાર ચાલક બકવાસ કરતો હતો અને કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવ્યું હતું. કાર ચાલકનું નામ પૂછતા સુરેશ બામનીયા જણાવ્યું હતું અને પોતે ભચાઉ એસ.આર.પી. ગ્રુપમાં DySP તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું.

કાર ચેક કરતા દારૂ મળી આવ્યો હતો
અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતા આગળની સીટ પરથી ખાલી કાચની બોટલ મળી આવી હતી. આ બાદ કારની ડેકી ખોલીને જોતા ચાર ઈંગ્લીશ દારૂની શીલ તૂટેલ બોટલ જોવા મળી હતી. હળવદ પોલીસે 3 લીટર જેટલો દારૂ તથા કાર સહિતનો મુદામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ એમ.વી.એક્ટ 185 અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. "બાર બાર જણાના પેટ કેમ ભરવા! " હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા
  2. આ દિવાળીમાં આંબરડી સફારી પાર્ક સહેલાણીઓમાં લોકપ્રિય, સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.