એર્નાકુલમ: કેરળની એક કોર્ટે સોમવારે કોલ્લમ કલેક્ટ્રેટ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. દોષિત ઠરેલા આરોપીઓના નામ અબ્બાસ અલી, શમસુન કરીમ રાજા અને દાઉદ સુલેમાન છે, જેઓ તમિલનાડુના મદુરાઈના વતની છે. આ કેસમાં ચોથા આરોપી શમસુદ્દીનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
ગુનેગારોની સજા કોલ્લમની જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા મંગળવારે સંભળાવવામાં આવશે. કલેક્ટર કચેરી સંકુલમાં બ્લાસ્ટ કેસમાં આઠ વર્ષ બાદ આ ચૂકાદો આવ્યો છે. આરોપીઓ પ્રતિબંધિત સંગઠન બેઝ મૂવમેન્ટ સાથે સંકળાયેલા હતા.
15 જૂન, 2016ના રોજ કોલ્લમમાં કલેક્ટર કચેરી સંકુલમાં બિનવારસી જીપમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી તમિલનાડુથી બસ દ્વારા કોલ્લમ કેએસઆરટીસી સ્ટેન્ડ પર પહોંચ્યો હતો અને કલેક્ટર સંકુલ પહોંચવા માટે ઓટો-રિક્ષામાં બેસીને સંકુલમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. પોલીસને વિસ્ફોટના સ્થળેથી 15 બેટરી, 17 ફ્યુઝ વાયર અને એક બેગ મળી આવી હતી.
તે જ વર્ષે, આંધ્ર પ્રદેશના ચિત્તૂર, નેલ્લોર અને કર્ણાટકના મૈસૂરમાં કોર્ટ સંકુલમાં વિસ્ફોટ થયા હતા. કોલ્લમ કેસના આરોપીઓ મૈસુર કોર્ટ સંકુલ બ્લાસ્ટ કેસ સાથે પણ જોડાયેલા હતા.
આજીવન કેદની સજા થઈ શકે છે...
પોલીસને જાણવા મળ્યું કે, શમસુન કરીમ રાજાએ તમામ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. કાવતરું, હત્યાનો પ્રયાસ, ઇજા પહોંચાડવા અને નુકસાન પહોંચાડવા ઉપરાંત, વિસ્ફોટક આર્મ્સ એક્ટ અને UAPAની કલમો પણ આરોપીઓ સામે લગાવવામાં આવી છે. સજા મંગળવારે સંભળાવવામાં આવશે. ફરિયાદ પક્ષે કહ્યું કે, આરોપીને આજીવન કેદની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: