કચ્છ: પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઈડ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે મુજબલોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી, ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડને બનાવટી ડોકટર અંગે ખાનગી બાતમી મળી હતી.
જીલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખીને રેઇડ પાડી:ભુજ તાલુકાના ઝુરા ગામે હાસમશા હયાતશા સૈયદ નામનો શખ્સ સૈયદ ક્લીનીક નામનું દવાખાનું ચલાવી રહ્યો છે. જેની પાસે કોઇ પણ સરકાર માન્ય ડોકટરની ડીગ્રી ન હોય તેમ છતા ઝુરા ગામ તથા આજુબાજુ વિસ્તારના દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપતો હોવાનું જાણવા મળ્યું હતું. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જીલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી હતી. ત્યાં જાણવા મળ્યું કે, તાલુકા હેલ્થ ઓફીસર કેશવકુમાર તથા પંચો રૂબરૂ આ દવાખાનુ ચલાવવા હતા. તેમજ એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન દર્દીઓને આપવા માટે કોઇ માન્ય ડીગ્રી કે સર્ટી હોવાનું પૂછતા પોતાની પાસે કોઇ માન્ય સર્ટી કે ડીગ્રી નહી હોવાનું કબૂલ્યું હતું.