ગુજરાત

gujarat

નવરાત્રિના પહેલા નોરતે ગિરનાર પર્વત પર ભક્તોનું મહેરામણ, ઉદરીય શક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે માઈ ભક્તો - Navratri 2024

જગત જનની માં જગદંબાના આરાસુરી પર્વ એટલે આસો નવરાત્રિ. આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે ગિરનાર પર્વત પર 51 શક્તિપીઠ પૈકી ઉદરીય શક્તિપીઠ માં અંબાના રૂપમાં દર્શન આપી રહ્યા છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે માઈ ભક્તોએ ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. જાણો...Navratri 2024

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Published : 5 hours ago

ઉદરીય શક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે માઈ ભક્તો
ઉદરીય શક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે માઈ ભક્તો (ETV Bharat Gujarat)

જૂનાગઢ: આજથી આસો નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે નવરાત્રિ દરમિયાન જગત જનની માં જગદંબાની આરાધના પૂજા અને દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. સનાતન ધર્મમાં 51 શક્તિપીઠોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન શક્તિપીઠોમાં બિરાજમાન માં જગદંબાના દર્શન કરવાનું પણ આટલું જ મહત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.

ગિરનાર પર્વત પર બિરાજી રહેલા 51 શક્તિપીઠ પૈકી 'ઉદરિય શક્તિપીઠ' મા અંબાના સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. માઈ ભક્તો ગિરનાર પર્વત પર બિરાજી રહેલા મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન શક્તિપીઠોમાં બિરાજતા માં જગદંબાના દર્શનને પણ વિશેષ પુણ્યશાળી માનવામાં આવ્યું છે જેથી માઈ ભક્તો ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના દર્શન કરવા માટે વહેલી સવારથી ગીરનાર પહોંચી રહ્યા છે.

ગિરનાર પર્વત પર ભક્તોનું મહેરામણ (ETV Bharat Gujarat)

ગિરનાર પર બિરાજી રહ્યા છે ઉદરીય શક્તિપીઠ રૂપે મા અંબા:ગિરનાર પર્વત પર જગત જનની મા જગદંબા શક્તિના સ્વરૂપ સમાન ઉદરીય શક્તિપીઠ રૂપે અંબાના રૂપમાં પૂજાય રહ્યા છે. શક્તિ સ્વરૂપમાં જગદંબાનો ઉદરનો ભાગ ગિરનાર પર્વત પર પડ્યો હોવાને કારણે ગિરનાર પર્વત 51 શક્તિપીઠ પૈકી ઉદરિય શક્તિપીઠની પૂજા આદિ અનાદિ કાળથી થતી આવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન માં જગદંબાના શણગાર અને દિવસમાં ત્રણ પહોરની આરતીની સાથે આઠમના દિવસે બીડું હોમીને શક્તિ સ્વરૂપે માં અંબાને નવરાત્રીનો આ તહેવાર ધાર્મિક આસ્થા સાથે માઇ ભક્તો અર્પણ પણ કરી રહ્યા છે.

ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબા (ETV Bharat Gujarat)

સનાતન ધર્મની પરંપરા અનુસાર નવરાત્રિના નવ દિવસો દરમિયાન શક્તિપીઠોના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. જેથી ગિરનાર પર્વત પર બિરાજી રહેલા માં અંબામાં અનન્ય શ્રદ્ધા ભક્તિ ધરાવનાર માઈ ભક્તો નવ દિવસ સુધી પગપાળા પધારીને મા અંબાની કૃપા પ્રાપ્ત કરતા પણ જોવા મળશે.

ગિરનાર પર્વત પર ભક્તોનું મહેરામણ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. મનમુકીને ગરબે ઘુમ્યા કેન્સરગ્રસ્ત વોરીયર્સ : રાજકોટમાં કેન્સર વોરિયર્સ માટે એક દિવસ ગરબાનું આયોજન - Navratri 2024
  2. ધરમપુરના રાજકુંવરબા દ્વારા 93 વર્ષ પહેલાની 300 ગરબા રચેલી પુસ્તક આજે પણ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ - Navratri 2024 Gharba book

ABOUT THE AUTHOR

...view details