ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'ફરઝી' વેબ સીરિઝ જેવી ઘટના, લાખોનું રોકાણ કરીને કારખાનામાં ડોલર છાપતો યુવક કેવી રીતે પકડાયો? - AHMEDABAD CRIME NEWS

અમદાવાદના વટવા વિસ્તારમાં એસઓજીની ટીમને બાતમી મળતા તેમણે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને આ ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા લોકોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું
અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 3:45 PM IST

અમદાવાદ: ગુજરાતમાં હવે બેફામ રીતે નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી કોર્ટ અને હવે તો નકલી વિદેશી કરન્સી પણ બનવા લાગી છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વટવા વિસ્તારમાં રેડ કરીને નકલી ઓસ્ટ્રેલિયન કરન્સી છાપતા કારખાનાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

વટવા વિસ્તારમાં ચાલી રહ્યું હતું નકલી કરન્સીનું કારખાનું:અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચને બાટલી મળી હતી કે શહેરના વટવા વિસ્તારમાં ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું એક કારખાનું ચાલી રહ્યું છે ત્યારે ફ્રી પ્લાનિંગ કરીને એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા છાપખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા લોકોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું (Etv Bharat Gujarat)

બાતમીના આધારે દરોડા પાડ્યા, નકલી કરન્સી છાપતા રંગે હાથ ઝડપાયા: સમગ્ર ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રોનક રાઠોડ નામના આરોપી 50 ડોલરની નકલી ઓસ્ટ્રેલિયન કરન્સી વટાવવા માટે નીકળ્યો હતો. જેની માહિતી મળતા એસોજી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને પકડી અને પૂછતાછ કરવામાં આવી હતી. રોનક રાઠોડની પૂછતાછમાં તેણે જણાવ્યું હતું કે ખુશ પટેલ નામના મિત્ર પાસેથી તેમણે ઓસ્ટ્રેલિયન ડોલર લીધા છે અને તે વટાવવા માટે તેને કામ સોપાયું છે.

ડુપ્લીકેટ ડોલર ક્યાંથી લાવતા અને આગળ શું કરતા તેની પૂછપરછ કરાઈ: આ માહિતીના આધારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુશ પટેલની ધરપકડ કરવામાં આવી અને તે ડુપ્લીકેટ ડોલર ક્યાંથી લાવતો હતો તે અંગેની પૂછપરછ શરૂ કરવામાં આવી, ત્યારે ખુશ પટેલે તેના મિત્ર મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈની બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવ્યા હતા અને તેને વેચવા માટે લીધા હોવાની કબુલાત કરી હતી.

નકલી ઓસ્ટ્રેલિયન ડોલર (Etv Bharat Gujarat)

11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો:આ સમગ્ર માહિતીના આધારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલિક પટેલ તેમજ ધ્રુવ દેસાઈની ધરપકડ કરી હતી. પોલીસે ધ્રુવ પટેલના પ્રિન્ટિંગ પ્રેસમાંથી ઓસ્ટ્રેલિયન કરન્સીની 50 નોટો છાપેલી 18 સીટ તેમજ પ્રિન્ટર મશીન, કોમ્પ્યુટર અને અલગ અલગ નોટ બનાવવાની સાધન સામગ્રી મળી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચાર આરોપીઓની ધરપકડ (Etv Bharat Gujarat)

સમગ્ર કારસ્તાનમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી: એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગેના ચારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના વિશે અને કેવી રીતે આ કારખાનું ચલાવતા હતા તે વિશેની વિગતે માહિતી મેળવી હતી તે માહિતીના આધારે જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન કરન્સી ડોલરને ડુપ્લીકેટ બનાવવાનો માસ્ટર માઈન્ડ મૌલિક પટેલ છે, જે છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી મૌલિક પટેલે એમબીએનો અભ્યાસ કરેલો છે અને તે ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

કરન્સી છાપવા 11 લાખનું મશીન આવ્યું હતું:ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચે મૌલિક પટેલે અમદાવાદમાં તેના મિત્ર ધ્રુવ દેસાઈનો સંપર્ક કર્યો હતો. મૌલિક અને ધ્રુવ બંને મિત્રો સાથે મળી ડુપ્લીકેટ ડોલર બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી બંને મિત્રોએ ધ્રુવના પ્રિન્ટિંગ પ્રેસમાં 11 લાખ રૂપિયાનું નવું મશીન વસાવ્યું હતું. જેમાં તેઓએ ડુપ્લીકેટ ડોલરનું છાપકામ શરૂ કર્યું હતું.

આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી: હાલ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ચારે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર કારસ્તાનનો પડદા ફાસ કરવામાં આવ્યો છે તથા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ કઢાવવા લોકોને ભારે હાલાકી, 4 દિવસથી ધક્કા ખાવા છતાં કામ નથી થતું
  2. ભાવનગરમાં સ્પર્મ વ્હેલ માછલીની કરોડો ઉલ્ટી સાથે 2 શખ્સની અટકાયત કરાઈ

ABOUT THE AUTHOR

...view details