ગુજરાત

gujarat

ETV Bharat / state

30 મિનિટમાં વડિલ 19 લાડુ ઝાપટી બન્યા વિજેતા, રાજકોટમાં ગણેશોત્સવ નિમિત્તે યોજાયેલી લાડુ સ્પર્ધાનું રોચક પરિણામ - LADU COMPITION - LADU COMPITION

રાજકોટ જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે રેસકોર્સ ખાતે સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સિદ્ધિ વિનાયક ધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરાઇ છે. આ વખતે વૃદ્ધોમાં 19 લાડુ અને બહેનોમાં 10 લાડુ આરોગીને વિજેતા બન્યા હતા. LADU COMPITION

રાજકોટમાં ગણેશોત્સવ નિમિત્તે લાડુ સ્પર્ધા યોજાઇ
રાજકોટમાં ગણેશોત્સવ નિમિત્તે લાડુ સ્પર્ધા યોજાઇ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 4:11 PM IST

રાજકોટમાં ગણેશોત્સવ નિમિત્તે લાડુ સ્પર્ધા યોજાઇ (Etv Bharat Gujarat)

રાજકોટ:જિલ્લામાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેરમાં સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. સિદ્ધિ વિનાયકધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃદ્ધો 19 લાડવા અને બહેનોમાં મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા.

વૃદ્ધ 30 મિનિટમાં 19 લાડુ ખાઇને વિજેતા: રાજકોટના રેસકોર્સ મેદાનમાં સિદ્ધિ વિનાયકધામમાં યોજાયેલી લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદળ ગામના 69 વર્ષીય ગોવિંદ લુણાગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગીને પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે જડેશ્વર નજીક જીવાપર ગામનાં 45 વર્ષીય અશોક રંગાણીએ 14.5 લાડવા જમીને બીજો ક્રમ મેળવ્યો હતો. તેમજ મોકાસર ગામના 75 વર્ષીય માવજી ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો. બહેનોમાં રાજકોટનાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ, 18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો.

સ્પર્ધામાં 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતો: આ અંગે આયોજક અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનાં જણાવ્યા કે, મુજબ ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણપતિ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. લાડુ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં 35 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આપવામાં આવતા લાડુ ચોખ્ખા ઘીનાં હોય છે અને પ્રત્યેક લાડુનું વજન આશરે 100 ગ્રામ જેટલું હોય છે. સ્પર્ધા દરમિયાન લાડુ સાથે પાણી અને દાળ આપવામાં આવે છે. તેમજ દરેક સ્પર્ધક દીઠ એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવે છે. લાડુ સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા.

10 લાડુ આરોગીને મહિલા વિજેતા બની: પુરુષોમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વૃદ્ધ ગોવિંદ લુણાગરિયા જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનું છું. ખેતી કરવાને કારણે આટલી મોટી ઉંમરે હું નિરોગી છું. આજે સવારથી હું સરપદળથી રાજકોટ આવી ગયો હતો અને ગત વર્ષે મેં 21 લાડવા ખાઈને જીત મેળવી હતી. આજે સમય ન રહ્યો બાકી હજુ ઓછામાં ઓછા 2 લાડવા ખાઈ શકું તેમ છું. મહિલાઓમાં પ્રથમ ક્રમ મેળવનાર સાવિત્રીબેન યાદવે જણાવ્યું હતું કે, આજે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ મેળવ્યો છે. છેલ્લા 6 જેટલા વર્ષથી ગણપતિ મહોત્સવની લાડુ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બને છે અને આજે પણ આ પરંપરા જાળવી રાખી છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદને મળશે 7 નવા આઇકોનિક રોડ, PM મોદીના હસ્તે 8 હજાર કરોડથી વધુના કાર્યોનું ઇ-લોકાર્પણ - PM Modi Gujarat visit
  2. "માત્ર ટોપ પર પહોંચવાનો જ નથી, પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો" : PM નરેન્દ્ર મોદી - Re Invest 2024

ABOUT THE AUTHOR

...view details