ગાંધીનગર: આજે મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNA)માં 17 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓને મધ્ય-કારકિર્દી તાલીમ આપવા માટે મોકલવામાં આવ્યા છે. આ પાંચમા તબક્કાની યોજના 13 જુલાઈ સુધી ચાલશે. આમ તાલીમ આપવામાં આવેલ ભારતીય વહીવટી અધિકારીઓ માધ્યમથી સ્થાનિક અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપશે. અહી નોંધનીય છે કે આ ઉચ્ચ કક્ષાએ આપવામાં આવતી તાલીમ પૂર્ણ કરવી એ ખૂબ મોટી વાત છે. આ તાલીમ પાર કરવામાં અધિકારીઓના કઠીન પરિશ્રમ અને પ્રયાસ પ્રશંસનીય રહેશે. આમ આ તાલીમ માટે પસંદ કરેલ તમામ ભારતીય વહીવટી અધિકારીઓને હાર્દિક શુભેચ્છાઓ.
ગુજરાતના 17 IAS અધિકારીઓને તાલીમ માટે મસૂરી મોકલાયા, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં લેશે તાલિમ - IAS officers sent for training - IAS OFFICERS SENT FOR TRAINING
આજરોજ 17 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓને મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNA)માં તાલીમ માટે લોકવામાં આવ્યા છે. જાણો કયા છે આ 17 IAS અધિકારીઓ. IAS officers sent for training
આજે 17 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓને તાલીમ માટે LBSNA મોકલવામાં આવ્યા (Etv Bharat Gujarat)
Published : Jun 21, 2024, 9:21 AM IST
તો ચાલો જાણીએ કયા કયા 17 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે.
1 | પી ભારતી |
2 | શાલિની અગ્રવાલ |
3 | કેકે નિરાલા |
4 | આલોક પાંડે |
5 | દિલીપ રાણા |
6 | સંદિપ સાંગલે |
7 | ડૉ. ધવલ પટેલ |
8 | ઉદિત અગ્રવાલ |
9 | એસ છકછુક |
10 | ડૉ. રણજીત કુમાર સિંહ |
11 | સંદિપ સિંહ ગુલાટી |
12 | કુલદીપ આર્ય |
13 | ડૉ. રતનકુંવર ગઢવીચરણ |
14 | પ્રવિણા ડી.કે. |
15 | નાગરાજન એમ |
16 | વિજય ખરાડી |
17 | એમ આઈ પટેલ |