ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે હત્યાના આરોપી પતિની કરી ધરપકડ - murder in surat pal area - MURDER IN SURAT PAL AREA

સુરતના પાલ વિસ્તારમાં એડવોકેટ મહિલાના હત્યાની ઘટનામાં આજરોજ પાલ પોલીસે હત્યારા આરોપી રોહિત કાટકારની ધરપકડ કરી છે. જેતે સમય દરમિયાન આરોપીએ પત્ની નીશા ચૌધરીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાવની 45 જેટલી ડોલો ગોળી એક સાથે ખાઈને આત્મહત્યા પ્રયાસ કર્યો હતો., જાણો સમગ્ર અહેવાલ..., Husband killed his wife in Surat Pal area

સુરત પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા
સુરત પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 2:17 PM IST

સુરત પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા (Etv Bharat Gujarat)

સુરત: સુરતના પાલ વિસ્તારમાં એડવોકેટ મહિલાના હત્યાની ઘટનામાં આજરોજ પાલ પોલીસે હત્યારા આરોપી રોહિત કાટકારની ધરપકડ કરી છે. આરોપી અને તેની પત્ની હેતલ ચૌધરીએ દોઢ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે કોઈને કોઈ વાતે સતત ઝઘડો થાય કરતો હતો. સતત ઝઘડાના કારણે અંતે બંને છુટાછેડા ઉપર ઉતરી આવ્યા હતા. બાદમાં ગત 5 જુલાઈના રોજ આરોપી હેતલ ચૌધરી સાથે પાલ વિસ્તારની એક હોટલમાં આવ્યા હતા. જ્યાં આરોપીએ હેતલની ચાકુંથી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોતેજ અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ આપી હતી કે તેની પત્ની ગાયબ થઈ ગઈ છે. બીજે દિવસે સાંજે હોટલના સંચાલકોને શંકા જતા તેઓ બીજી ચાવીથી રૂમનો દરવાજો ખોલતા સમગ્ર ઘટના સામે આવી હતી.

પતિએ કરી પત્નીની હત્યા: આ બાબતે એસીપી બી એમ ચૌધરીએ જણાવ્યુંકે, ગત 5 જુલાઈના રોજ સાંજે પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ધ બુલ ગ્રુપની હોટલમાંથી નીશી(હેતલ) ચૌધરી નામની યુવતીની લાશ મળી આવી હતી. હોટલના સ્ટાફ દ્વારા આ બાબતે પોલીસને માહિતી આપતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે, યુવતીની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી છે. પતિ દ્વારા એટલી કૃરતા પૂર્વક પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હતી કે યુવતીનું પેટ તેના પતિએ છરી વડે ચીરી નાખ્યું હતું અને ત્યારબાદ બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા હતા.

આરોપીની ધરપકડ:પોલીસે યુવતીની હત્યા કરનારા પતિ રોહિતની ધરપકડ કરી છે. તો બીજી તરફ રોહિતે પણ ડોલોની 45 કરતાં વધુ ગોળીઓ ખાઈ લીધી હોવાના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેથી તેને હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થતાં આજરોજ રોહિતની ધરપકડ કરવામાં આવી છે. રોહિત કાટકાર અને મૃતક યુવતી નીશી વચ્ચે 2022માં પ્રેમ સંબંધ બંધાયો હતો. સૌપ્રથમ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અને બંને મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

રોહિતને ખબર હતી કે, તેનો પરિવાર નીશીને નહીં સ્વીકારે છતાં પણ તેને ડિસેમ્બર 2022માં એડવોકેટની પ્રેક્ટિસ કરતી નીશી સાથે રોહિતે ચોરીછુપીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ રોહિત અને નીશી સાથે રહેતા હતા. જો કે રોહિતના પરિવારને એવું હતું કે રોહિત સિંગલ છે અને 2023માં નીશી અને રોહિતની તસ્વીરો રોહિતના પરિવાર સામે આવી ગઈ અને બંનેના પરિવારના સભ્યોને જાણ થઈ કે બંનેએ પ્રેમલગ્ન કરી લીધા છે. ત્યારબાદ નીશી રોહિતના ઘરે રહેવા ચાલી ગઈ હતી પરંતુ સાસરીયાઓ ખૂબ જ ત્રાસ ગુજારતા હતા અને જાતિ વિષયક શબ્દો પણ કહેતા હતા.

હોટલના રૂમમાં કરી હત્યા: આ ઉપરાંત નીશીને મહેનતાણું મારી, નોકરીનું કામ છોડી ઘરકામ કરવા પણ ટોર્ચર કરતા હતા. તો માતા-પિતાની વાતમાં આવીને ક્યારેક રોહિત પણ ઉશ્કેરાઈ જતો હતો અને નીશી સાથે મારઝુંડ કરતો હતો અને અંતે નિશી પોતાની માતાના ઘરે આવી ગઈ હતી અને ત્યારબાદ તે પોતાની માતા સાથે જ રહેતી હતી પરંતુ અચાનક જ પતિ દ્વારા એટલે કે રોહિત દ્વારા નીશીને હોટેલમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ રોહિતે નીશીની હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ રોહિત પત્નીની લાશ સાથે હોટલના રૂમમાં જ રોકાયો હતો. જોકે હોટલના રૂમનો દરવાજો નહીં ખુલતા કર્મચારી દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો.

રોહિત રૂમનો દરવાજો ખોલતાની સાથે જ ભાગી ગયો હતો અને રૂમની અંદરથી જોતા લાશ મળી હતી. હોટલના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પતિએ કર્યો આપધાતનો પ્રયાસ: ઉપરાંત, ચપ્પુ વડે રોહિતે પોતાની પત્નીનું પેટ ફાડી નાખ્યું હતું. તેમજ બંને હાથની નસ કાપી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ ભાગી ગયેલો રોહિત 45 કરતા વધારે ડોલોની ગોળી ખાઈને પોલીસ સમક્ષ હાજર થયો હતો. અને ત્યારબાદ તેને સારવાર માટે પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ રોહિતની સારવાર પૂર્ણ થતા તેની ધરપકડ પાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો પોલીસની પૂછપરછમાં રોહિતે જણાવ્યું હતું કે પતિ પત્નીના ઘર કંકાસને લઈને તેને આ પગલું ભર્યું હતું અને પત્નીની હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા બાદ તેને પણ આપઘાત કરવો હતો અને એટલા માટે તેને 45 જેટલી ડોલોની ગોળી ખાધી હતી.

  1. ભાવનગરમાં વિઠ્ઠલવાડી ફાયરીંગ કેસમાં બીજા ભાઈનું મોત, ડબલ મર્ડરમાં પરિણમ્યો બનાવ - Double murder in Bhavnagar
  2. 11 વર્ષના માસૂમની ઘાતકી હત્યા કરનાર નરાધમ ઝડપાયો, આ કારણે બાળકનો લીધો ભોગ - PALANPUR CRIME

ABOUT THE AUTHOR

...view details