ભાવનગર: જિલ્લાના જમરૂખ દેશ-વિદેશ સુધી પ્રખ્યાત છે, ત્યારે શિયાળાના પ્રારંભથી જમરૂખનું આગમન થઈ ચૂક્યું છે. ભાવનગર જિલ્લામાં થતા લાલ અને સફેદ જમરૂખની માંગ પણ રહે છે, ત્યારે શરૂ થયેલા જમરૂખનું જિલ્લામાં વાવેતર તેના ભાવ અને આરોગ્યની દ્રષ્ટિએ કેટલું ફાયદા ફાયદાકારક છે તેના વિશે જાણીશું આ સંપૂર્ણ માહિતીસભર અહેવાલ...
જમરૂખના ભાવ અને લોક માંગ
ભાવનગર જિલ્લામાં જામફળ ખૂણે ખાચરે અને રસ્તા ઉપર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે શિયાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાવનગરમાં શિયાળાનો પ્રારંભ થતાં જ ગૃહણીઓ, વૃદ્ધો સહિત જમરૂખની ખરીદીની શરૂઆત કરી દે છે. જમરૂખ ભાવનગરવાસીઓ માટે ખૂબ પ્રિય ફળ છે. ' અમે ખોડિયાર મંદિરથી જામફળ લાવીએ છીએ, અત્યારે જમરૂખ શરૂઆતની સિઝન છે એટલે 40 થી 50ના કિલો આવે. તાજા જામરૂખ આવે ગઢેચી વડલા, જામફળ ખાધે મીઠા આવે, શિયાળાની ઋતુ છે એટલે સવારમાં તાજા જમરૂખ મળે.-વિશાલભાઈ-જમરૂખના વિક્રેતા
જામફળનું હબ ગણાતું ભાવનગર (Etv Bharat Gujarat) જિલ્લામાં ક્યાં વાવેતર અને કેટલું વાવેતર
બાગાયત અધિકારી એમ.બી.વાઘમસીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં જોઈએ તો ભાવનગર છે એ જમરૂખ માટે ખૂબ જ પ્રખ્યાત છે, અને ખાસ કરીને જોઈએ તો ભાવનગર જીલ્લો છે એ વર્ષોથી આજ જમરૂખ માટે આગવી ઓળખ ધરાવે છે. ખાસ કરીને જુદી જુદી વેરાઈટીઓ એમાં હેલ્પા 49 છે, ભાવનગર લોકલ છે આ બધી વેરાઈટીઓનું વાવેતર થતું હોય છે. ખાસ કરીને ભાવનગર તાલુકો છે, સિહોર તાલુકો છે. એમાં જામફળનું સારું એવું વાવેતર છે. આમ જોઈએ તો 3,350 હેક્ટર જેવું વાવેતર ભાવનગર જિલ્લામાં જમરૂખનું છે. જોઈએ તો દર વર્ષે એમાં થોડો ઘણો વધારો થતો જાય છે.
સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારી ગણાતા જામફળ (Etv Bharat Gujarat) ઠંડીની સિઝન વધતા આવક વધશે, ઇમ્પોર્ટની શક્યતા
બાગાયત અધિકારી એમ.બી.વાઘમસીએ જણાવ્યું હતું કે, ખેડૂતો જમરૂખમાં સારા એવા ભાવ પણ મેળવે છે, અને ખૂબ જ સારી ગુણવત્તા પણ ભાવનગરમાં જોવા મળે છે. ખાસ કરીને સફેદ અને લાલ જમરૂખની માંગ માર્કેટમાં ખૂબ જ હોય છે, તેથી ખેડૂતોને જામફળના પ્રતિકિલો 40 થી લઈ અને 80 રૂપિયા સુધીના ભાવ મળે છે. હાલમાં જોઈએ તો અત્યારે થોડી ઠંડી ઓછી છે જેથી કરીને ફ્રૂટની સાઈઝ થોડી નાની છે. પરંતુ જેવી ઠંડીની શરૂઆો થશે કેે ફ્રૂટની સાઈઝ પણ સારી એવી મળશે અને ખૂબ જ માર્કેટમાં જમરૂખનું આગમન થશે. આપણું લોકલ કંઝપશન એટલું બધું છે કે એક્સપર્ટના ચાન્સીસ ઓછા છે. પરંતુ જો વધારે પ્રમાણમાં વાવેતર થશે અને થોડી સારી ગુણવત્તાવાળા ઉત્પાદન થાય તો એક્સપોર્ટની પણ શક્યતા રહેલી છે.
સફેદ અને લાલ જામફળની માંગ (Etv Bharat Gujarat) ડાયાબીટીસ વાળા આરોગી શકે કે કેમ ?
''જામફળ, જમરૂખ અથવા તો ગઉવા જેને કહેવામાં આવે છે, એ લગભગ શિયાળાની શરૂઆતમાં થતી હોય છે, અને હંમેશા એવું કહેવાય છે કે, જે પ્રમાણે સીઝન પ્રમાણે ફળ ખાઓ તેનો ખરેખર ખૂબ ઉપયોગ થતો છે. ખાસ કરીને એની ઇમ્યુનિટી મજબૂત કરે છે એમાં વિટામિન C નું પ્રમાણ એન્ટિઓક્સિડન્ટ વધારે હોવાથી જમરૂખ ખાવાથી આપણી વિટામિન C થી ચામડી સારી થાય છે,ઇમ્યુનિટી પણ વધતી હોય છે. લો પોટેશિયમ હોવાથી અને સોલ્યુબર ફાઇબર હોવાથી આપણા હૃદય રોગમાં પણ એ ઘણું બધું ઉપયોગ થતું હોય છે, તેમાં સુગર ઓછું હોવાથી સુગરને પણ કંટ્રોલ કરે છે ડાયાબિટીસવાળા પણ જમરૂખ આરામથી ખાઈ શકે છે. હજમ કરવામાં પણ જો એને પ્રમાણસર ખાવામાં આવે તો હજમ કરવામાં બહુ જ ફાયદાકારક છે''. - ડો તેજસ દોશી
વિટામીન C સાથે વિટામીન A અને D
''પેટ લાંબો ટાઈમ સુધી ભરાઈ રહેવાથી વજન ઘટાડવામાં પણ એનો ઘણો ઉપયોગ થઈ શકતો હોય છે. વિટામીન C મેં આ પેલા કીધું એમ કે વિટામીન C થી ભરપૂર હોવાથી ચામડીના ઘણા બધા રોગોમાં એ ખૂબ ઉપયોગી થતું હોય છે તેમજ વિટામિન A અને વિટામિન D હોવાથી હાડકા તેમજ આંખ માટે પણ એ સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે. પોતાના ફળ અને એના પાનનો રસ જો ચૂસવામાં આવે તો એ ખાંસીમાં પણ ઉપયોગી થાય છે. એવું કહેવામાં આવે છે. આમ જ્યારે જ્યારે પણ સિઝનલ ફ્રુટ જેમકે જમરૂખને એના પ્રમાણમાં લાલ જમરૂખ આવે છે, લાલ જમરૂખ આવે છે એવા અનેક પ્રકારના ફ્લો સીઝનલ આવતો હોય છે. પ્રમાણસર યોગ્ય રીતે જમરૂખના ફળ ખાવાથી આપણા હેલ્થ માટે એ ખૂબ જ ઉપયોગી છે, માટે શિયાળામાં ચોક્કસ જમરૂખ આરોગવા જોઈએ''.- ડૉ.તેજસ દોશી
- Health Benefits of Guava : ચોમાસામાં જામફળ ખાવું આરોગ્યપ્રદ છે, જાણો શું છે ફાયદા….
- Guava Benifits: જાણી લો જામફળના પાનના ફાયદા, જે તમને ઘણી બિમારીઓમાં રાહત આપશે