દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાતાં ડભોઇના કુબેર ભંડારી મંદિરનું હરિયાળી અમાસે અનેરુ મહત્વ (Etv Bharat gujarat) વડોદરા: પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભ પહેલાં આ અમાવસ્યા નિમિત્તે ડભોઇ તાલુકાનાં તીર્થ સ્થાન ગણાતાં કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ભગવાન શિવનાં દર્શનાર્થે ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. રવિવારે અમાસના પવિત્ર દિદિવસે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીના દર્શન કર્યા હતા. આજે શ્રાવણ માસની શરૂઆતની પૂર્વેની અમાસને લઈને શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.
માં નર્મદાજીના કિનારે કુબેરજીનું અલૌકિક મંદિર: મધ્ય ગુજરાતમાં ડભોઇ તાલુકાનાં કરનાળી ખાતે નર્મદા મૈયાના કિનારે દેવોનાં ધનકુબેર ગણાતાં કુબેરજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ કુબેર ભંડારી મંદિરે દર અમાસે ભગવાનનાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. આજે હરિયાળી અમાસે ભગવાન કુબેરના દર્શન કરવા માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યાં હતાં. હરિયાળી અમાસના અનેરા મહત્વનાં કારણે હજારોની સંખ્યામાં ભક્તો કુબેરજીના દર્શન કરવા માટે આવતાં મંદિર પરિસર ભોલેનાથના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
કુબેરજી દેવોનાં ધનકુબેર ગણાયા: ધન કુબેર શા માટે ? હિન્દુ શાસ્ત્ર કથા અનુસાર કુબેર રાવણના સાવકાભાઈ હતાં. રાવણે ભગવાન શિવજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર ઉપર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કરી લંકામાંથી બહાર કાઢ્યાં હતાં. કુબેર પણ ભગવાન શિવજીના જ ભક્ત હતા. લંકામાંથી કાઢ્યા બાદ તેઓ નર્મદા કિનારે પહોંચ્યાં હતાં અને ત્યાં તેમણે શિવજીનું તપ શરૂ કર્યું હતું. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરજીને હેરાન કર્યા હતાં.
શિવજીએ દેવતાઓના ધન ભંડારી બનાવ્યા:છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં મહાકાળીની શરણ લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી હતી. કથા અનુસાર શિવજી તપથી પ્રસન્ન થયા પરંતુ રાજ પાછું ન આપી શક્યાં. પરંતુ કુબેરનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો હતો. તે દિવસથી કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાય છે. જેથી આ મંદિરમાં ભકતો અપાર શ્રદ્ધા ધરાવે છે અને કુબેરજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે અમાસના દિવસે દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતાં હોય છે.
- વલસાડ, દમણ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં મેઘ અનરાધાર, મધુબન ડેમમાંથી છોડાયું 83 હજાર ક્યુસેક પાણી - rain in daman and valsad
- "નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન", રાજકોટમાં કોમી એકતાનો એક અનોખો પ્રચાર - Banners of Hindu Muslim unity