નવસારી:દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભરે વરસાદને કારણે નદીઓના પણ જળસ્તરમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. નવસારી, તાપી, વલસાડ અને સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નદીઓમાં વધારો થયો છે. જોકે આ તમામ અવાર જવર પર તંત્ર નજર રાખીને બેઠું છે, જો કોઈ ઘટના ઘટે તેને પહોંચીવળવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ - Road closed due to rains in Navsari
નવસારીમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાનો નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઊન અને પરથણ ગામે ડાઈવરજન આપવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. જાણો સમગ્ર મામલો. Road closed due to rains in Navsari
Published : Jul 23, 2024, 9:00 PM IST
નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ:ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાનો નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઊન અને પરથણ ગામે ડાઈવરજન આપવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. એક સપ્તાહથી રોજ ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. દિલ્હી અને મુંબઈને જોડતો નેશનલ હાઈવે એક સપ્તાહથી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર ચાલતા બુલેટ ટ્રેનના કામો અને ઓવરબ્રિજની કામગીરીના કારણે ડાયવર્ઝનન માર્ગ પર ખાબોચિયા પડી જતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
તંત્ર એલર્ટ:દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસમાં ડાંગ અને સુરત તાપી જિલ્લામાં વરસાદને પગલે નદીઓના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને તંત્ર એલર્ટ થઈ ગયું છે.