ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ગરમીનો પારો વધતાં દર્દીઓની સંખ્યામાં વધારો, દરરોજ દર્દીઓના 150 કેસ નોંધવામાં આવ્યા - Vadodara Hitwave 2024

વડોદરા જીલ્લાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી હતી. Vadodara Heat Wave

અસહ્ય ગરમી વધવાથી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ 300 જેટલા રોજના દર્દીઓ
અસહ્ય ગરમી વધવાથી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ 300 જેટલા રોજના દર્દીઓ આવે છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 12:30 PM IST

વધતી જતી ગરમીના કારણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો (ETV bharat Gujarat)

વડોદરા: શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે વડોદરા જીલ્લાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ સીઝનમાંખાસ કરીને કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી,તાવ જેવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી હતી.

વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળ્યો (etv bharat Gujarat)

ચેપીરોગની સંખ્યામાં સતત વધારો:અસહ્ય ગરમી વધવાથી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ 300 જેટલા રોજના દર્દીઓ આવતા હોય છે. જ્યારે કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં 150 કેસ રોજના દર્દીઓના જોવા મળી રહ્યાછે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 178 ટીમો 300થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરી છે. જેમાં કોઈ દર્દી શંકાસ્પદ લાગે તો તેની સામે કામગીરી કરવામાં આવતી હોય છે.

દરરોજ 100થી વધુ પેશન્ટના રિપોર્ટ કરી નિદાન: ચેપીરોગ કારેલીબાગ હોસ્પિટલનાનિષ્ણાત ડો. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, હાલમાં અહીં 100થી 150 પેશન્ટનો રોજ રિપોર્ટ થાય છે. આ કેસોમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ,ઝાડા-ઊલટી અને તાવ જેવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આપણી પાસે 50 બેડની કેપિસિટી છે,તેની સામે 40થી 45 પેશન્ટ દાખલ છે.

ગરમી સામે સાવચેતી: છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી વધવાથી બિમારી વધતી જાય છે ત્યારે ગરમીમાં બહાર જવાનું ટાળવું હિતાવહ. વધુમાં તેમણે કહ્યું કે, 'આ સ્થિતિમાં બહારનો ખોરાક ખાસ ન લેવો જોઈએ. બહારના ખોરાકમાં પાણી ખરાબ હોવાથી આ સ્થિતિ ઉદ્ધવતી હોય છે. હાલમાં ઉનાળાની ગરમીને લઇ બહાર ફરવાનું ટાળવું જોઈએ. આવા રોગ સામે ડોકટરની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી અને જો બહાર જવાનું થાય તો લીંબુ પાણી કે છાશ પીવાનું રાખવું. મે મહિનાથી શરૂ કરી સપ્ટેમ્બર સુધી 100થીવધુ ઓપીડી આવતી જ હોય છે અને બાદમાં ધીમે-ધીમે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે.પરંતું આ વર્ષે ગરમી વધું હોવાનું જણાઈ આવે છે. તેમજ હાટૅએટેકના દર્દીઓનો પણ વધારો થયો છે'.

  1. આકરી અને અકડાવનારી ગરમીમાં રાખજો તમારા પાલતુ પશુઓનું ધ્યાન નહીંતર પડી શકે છે બીમાર - Pet Protection in Summer
  2. ગુલાબ જામુનને દુકાનમાં નહીં પણ ઝાડ પરથી તોડીને ખાઓ - Shahdol Gulab Jamun Cultivation

ABOUT THE AUTHOR

...view details