મોરબી:હાલ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી જીલ્લામાં શંકાસ્પદ કેસો જોવા મળ્યા છે. ગ્રામ્ય પંથકમાં મજુરી કરતા શ્રમિક પરિવારોના બાળકોમાં શંકાસ્પદ કેસો ધ્યાને આવતા મોરબી જીલ્લાના ચાંચાપર, હમીરપર, જીવાપર અને ઘૂટું સહિતના ગામોમાં સર્વે શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે તાવ સહિતના લક્ષણો કોઈ બાળકોમાં છે કે નહિ તેની તપાસ શરુ કરી છે. તેમજ શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેવા વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે.
મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું - Chandipura virus
મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અને આરોગ્ય તંત્ર દ્વારા જીલ્લાના વિવિધ ગામોમાં સર્વે સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે., Chandipura virus in Morbi district
Published : Jul 21, 2024, 4:36 PM IST
લોકોને સાવચેતી રાખવા કરી અપીલ: આ મામલે ચાંચાપર પીએચસી સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો જોવા મળતા ચાંચાપર ગામે આરોગ્ય વિભાગની 4 ટીમો બનાવી ચાંદીપુરા વાયરસ ના ફેલાય તેના માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ટીમો ઘરે ઘરે જઈને તાવના લક્ષણો હોય તો તુરંત દવા લેવા તેમજ જરૂર પડે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા જણાવ્યું છે. વાયરસ કાચા ઘરોમાંં અથવા દીવાલમાં તિરાડ હોય ત્યાં ઈંડા મૂકી તેમાંથી થતા મચ્છરથી ફેલાતો હોય છે. જેથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સાથે જ સર્વે સહિતની કામગીર કરવામાં આવી રહી છે.