ગુજરાત

gujarat

ETV Bharat / state

મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા જૂનાગઢ કોર્ટમાં 2મેએ થશે દલીલો - Hate Speech Case - HATE SPEECH CASE

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા માટેની જૂનાગઢ પોલીસની રિવિજન અરજી પર આગામી બીજી મેના દિવસે જૂનાગઢ કોર્ટમાં દલીલો નિર્ધારિત થઈ છે.

મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા જૂનાગઢ કોર્ટમાં 2મેએ થશે દલીલો
મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા જૂનાગઢ કોર્ટમાં 2મેએ થશે દલીલો

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 4:02 PM IST

2મેએ સુનાવણી થશે

જૂનાગઢ : 31મી જાન્યુઆરી 2024ના દિવસે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી અને હાલ વડોદરા જેલમાં પાસા તળે અટકાયત કરીને રાખવામાં આવેલા મૌલાના સલમાન અઝહરીના જામીન રદ કરવા માટેની જૂનાગઢ પોલીસની રિવિજન અરજી પર આગામી બીજી મેના દિવસે પોલીસ અને બચાવ પક્ષ તરફથી જૂનાગઢ કોર્ટમાં દલીલો નિર્ધારિત થઈ છે.

મૌલાના સલમાન અઝહરી ફરી આવશે કોર્ટમાં? : 31મી જાન્યુઆરી 2024ના દિવસે કોર્ટની બિલકુલ સામે આવેલ નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં રાત્રિના સમયે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં મુંબઈના મૌલાના સલમાન અઝહરી દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું જેમાં કેટલોક હિસ્સો વિવાદાસ્પદ અને અપમાનજનક સામે આવતા જૂનાગઢ પોલીસે મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જૂનાગઢ પોલીસે મૌલાના સલમાન અઝહરીની એટીએસ પાસેથી ગત પાંચમી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ કરીને છઠ્ઠી તારીખે જુનાગઢ કોર્ટમાં રજૂ કર્યા હતાં. કોટે તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતાં. ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ કોર્ટે મોલાના સલમાન અઝહરીને જામીન પર મુક્ત કર્યા આવા જ એક કિસ્સામાં કચ્છ પોલીસ દ્વારા પણ મોલાના સલમાન અઝહરીની રાજકોટ જેલ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી.

જૂનાગઢ કચ્છ અને અરવલ્લીમાં કેસ :મૌલાના સલમાન અઝહરી સામે જે રીતે ભડકાઉ ભાષણ અને આપત્તિજનક નિવેદન આપવાનો કેસ નોંધાયો હતો. બિલકુલ તે જ પ્રકારનો કેસ કચ્છ અને અરવલ્લી જિલ્લામાં પણ નોંધાયો હતો. જૂનાગઢ બાદ કચ્છ અને અરવલ્લી પોલીસે પણ મૌલાના સન્માન અઝહરીની અટકાયત કરીને તેની તપાસ કરી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસની વિશેષ ભલામણને આધારે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ પાસા કાયદા તળે કેસ રજિસ્ટર કરતા અરવલ્લીના કિસ્સામાં જામીન પર મુક્ત થયેલા મૌલાના સલમાન અઝહરીને પાસા તળે અટકાયત કરીને તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં.

જૂનાગઢ પોલીસની રિવિઝન અરજી : જૂનાગઢ પોલીસ દ્વારા મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડ રદ કરવાની રિવિઝન અરજી જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવતા જૂનાગઢ જિલ્લા કોર્ટમાં હાલ પોલીસની અરજી અને સુનાવણી સ્થગિત રાખવામાં આવી છે. આજે મૌલાના સલમાન અઝહરીના વકીલ શકીલ શેખે જૂનાગઢ જિલ્લા કોર્ટમાં સમગ્ર મામલાની દલીલો આગામી દિવસો સુધી સ્થજિત રાખવાની માંગ કરતા જૂનાગઢ કોર્ટે મૌલાના વકીલ શકીલ શેખની દલીલોને અરજીને માન્ય રાખીને આગામી 2જી મેના દિવસે સમગ્ર મામલામાં વધુ સુનામી કરવાનો કરવાનો આદેશ કર્યો છે.

  1. Hate Speech Case: મૌલાના અઝહરીને જામીન બાદ રાજકોટ જેલ લવાયો, સામખીયાળી પોલીસને સોંપાશે
  2. Kutch Crime : કચ્છમાં સામખિયાળી પોલીસમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details