હૈદરાબાદ:રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના અગીયારમાં મહિનામાં એટેલે કે નવેમ્બરમાં ગુજરાતવાસીઓને ઠંડકનો અનુભવ થયો હતો. પરિણામે ઉનાળા અને ચોમાસા દરમિયાન થતાં બફારાથી સ્થાનિકોને થોડા ઘણા અંશે હાશકારો થયો હતો. જોકે ચાર મહિનાની શિયાળાની ઋતુ નવેમ્બરથી શરૂ થઈને ફેબ્રુઆરી સુધી હોય છે. હવે શિયાળાની ઋતુનો બીજો મહિનો એટલે કે ડિસેમ્બર કેવો રહેશે તે માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.
IMD (ભારતીય હવામાન વિભાગ) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઋતુના મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. IMD ના ડેટા અનુસાર 1 ડિસેમ્બરમાં નોંધાયેલ મહત્તમ તાપમાન 28. 3 સેલ્સિયસ છે, જયારે લઘુત્તમ તાપમાન 15.4 સેલ્સિયસ છે.
આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે, ચાલો જાણીએ...